ટ્રિટિયમ $12.5\, y$ ના અર્ધ-આયુ સાથે બીટા-ક્ષય પામે છે. $25\, y$ પછી શુદ્ધ ટ્રિટિયમના નમૂનાનો કેટલો અંશ (Fraction) અવિભંજિત રહેશે ? .
અર્ધ-આયુની વ્યાખ્યા મુજબ $12.5\, y$ પછી મૂળ નમૂનાનો અડધો ભાગ અવિભંજિત રહેશે. તે પછીના બીજા $12.5\, y$ માં આ ન્યુક્લિયસની અડધી સંખ્યા વિભંજિત થશે. તેથી શુદ્ધ ટ્રિટિયમના મૂળ નમૂનાનો એક ચતુર્કીશ અવિભંજિત રહેશે.
રેડિયોએક્ટિવ તત્વ બે પ્રક્રિયાથી ક્ષય પામે છે,તેમના અર્ધઆયુ $T _{1 / 2}^{(1)}$ અને $T _{1 / 2}^{(2)}$ છે, તો પરિણામી અર્ધઆયુ કેટલો થાય?
એક રેડિયોએક્ટિવ તત્વનો અર્ધઆયુ સમય $12.5\; Hour$ અને જથ્થો $256\; gm$ છે. કેટલા કલાક પછી તેનો જથ્થો $1 \;gm$ જેટલો રહે?
ખુલ્લા પાત્રમાં $10$ ગ્રામ દળનું રેડિયો એક્ટિવીટ પદાર્થ રહેલું છે. બે સરેરાશ અર્ધ આયુષ્ય બાદ પાત્રમાં આશરે કેટલા.......ગ્રામ દળ છે?
એક રેડિયો એકિટવ પદાર્થનો અર્ધઆયુ $T$ છે. તેના મૂળ દળના $\frac{7}{8}$ માં ભાગનું વિભંજન થવા માટે લાગતો સમય ...... હોય.
ક્ષય નિયતાંકની સમજૂતી આપો અને વ્યાખ્યા લખો.