$2d$ અંતરે બે $-q$ વિધુતભારો છે એક ત્રીજો $+ q$ વિધુતભાર તેમના મધ્યબિંદુએ $O$ પર છે. $-q$ વિધુતભારોના લીધે $O$ થી $x$ અંતરે $+ q$ વિધુતભારના વિધેયની સ્થિતિઊર્જા શોધો. સ્થિતિ વિરુદ્ધ અંતર $x$ નો આલેખ દોરો અને ખાતરી કરો કે $O$ બિંદુએ વિધુતભાર અસ્થાયી અસંતુલનમાં છે. તે જણાવો .
ધારો કે, $+q$ વિદ્યુતભારને ડાબી બાજુના - $q$ વિદ્યુતભાર તરફ થોડો ખસેડવામાં આવે છે તેથી તંત્રની કુલ સ્થિતિઊર્જા,
$U=k\left[\frac{-q^{2}}{(d-x)}+\frac{-q^{2}}{(d+x)}\right]$
$=-k q^{2}\left[\frac{d+x+d-x}{d^{2}-x^{2}}\right]$
$=-k q^{2}\left[\frac{2 d}{d^{2}-x^{2}}\right]$
$\therefore U$ નું અંતર $x$ ની સાપેક્ષે વિક્લન કરતાં,
$\frac{d U }{d x}=-k q^{2} \times 2 d\left(\frac{-2 x}{\left(d^{2}-x^{2}\right)^{2}}\right)$
જો $\frac{d U }{d x}=0$ તો $F =0$
$\therefore 0=\frac{4 k q^{2} d x}{\left(d^{2}-x^{2}\right)^{2}}$પરથી $x=0$
એટલે કે, $+q$ વિદ્યુતભાર સ્થાયી અને અસ્થાયી સંતુલનમાં છે.
ફરીથી $x$ થી સાપેક્ષે વિકલન કરતાં,
$\frac{d^{2} U }{d x^{2}}$$=\left[\frac{-2 d q^{2}}{4 \pi \epsilon_{0}}\right]\left[\frac{2}{\left(d^{2}-x^{2}\right)^{2}}-\frac{8 x^{2}}{\left(d^{2}-x^{2}\right)^{3}}\right]$
$=\left(\frac{-2 d q^{2}}{4 \pi \epsilon_{0}}\right) \frac{1}{\left(d^{2}-x^{2}\right)^{3}}\left[2\left(d^{2}-x^{2}\right)-8 x^{2}\right]$
વિધુત સ્થિતિઊર્જા સમજાવો અને ગતિઊર્જા અને વિધુત સ્થિતિઊર્જા (ટૂંકમાં સ્થિતિ ઊર્જા)નો સરવાળો અચળ છે તેમ સમજાવો.
$m$ દળ અને $+e$ વિદ્યુતભાર ધરાવતા કણે $v$ વેગથી $Ze$ વિદ્યુતભાર ધરાવતાં પદાર્થ તરફ ફેંકતા કેટલો નજીક જશે? $(Z>0) $
બે સમાન વિદ્યુતભાર $x=-a$ અને $x=+a$ $X$- અક્ષ પર મૂકેલાં છે.વિદ્યુતભાર $Q$ ને ઉદ્ગમ બિંદુ પર મૂકેલ છે.હવે,વિદ્યુતભાર $Q$ ને ઘન $X$- દિશા તરફ સૂક્ષ્મ સ્થાનાંતર $x$ કરાવવામાં આવે,તો તેની વિદ્યુતસ્થિતિઊર્જામાં કેટલો ફેરફાર થાય?
$q$ વિદ્યુતભારને સ્થિર $Q$ વિદ્યુતભાર તરફ $v$ ઝડપથી ફેકવામાં આવે છે. તે $Q$ ની નજીક $r$ અંતર સુધી જઇ શકે છે અને પછી પરત આવે છે. જો $q$ વિદ્યુતભારને $2v$ ઝડપ આપવામાં આવે તો તે કેટલો નજીક જશે?
$A, B, C$ અને $D$ ના યામ અનુક્રમે $(a, b, 0), (2a, 0, 0), (a, -b, 0)$ અને $(0, 0, 0)$ છે. $q$ વિધુતભારને $A$ થી $D$ લઇ જવા ક્ષેત્ર કેટલું કાર્ય કરવું પડે?