$2\,mH$  અને $8\,mH$ આત્મ-પ્રેરકત્વ ઘરાવતાં બે ગૂંચળાઓ એકબીજાની નજીક એવી રીતે ગોઠવેલાં છે કે જેથી એક ગૂંચળાનું ફ્‍લકસ બીજા ગૂંચળા સાથે સંપૂર્ણપણે સંકળાય છે. આ બે ગૂંચળા વચ્ચેનું અન્યોન્ય પ્રેરકત્વ ......... $ mH$ હશે.

  • [AIPMT 2006]
  • A

    $16$

  • B

    $10$

  • C

    $6$

  • D

    $4$

Similar Questions

બે ગૂંચળાઓ $0.002 \mathrm{H}$ અન્યોન્ય પ્રેરણ ધરાવે છે. પ્રથમ ગૂંચળામાં $i=i_0$ sinwt, જ્યાં $i_0=5 \mathrm{~A}$ અને $\omega=50 \pi \mathrm{rad} / \mathrm{s}$, અનુસાર પ્રવાહમાં ફેરફાર થાય છે. બીજા ગૂંચળામાં મહત્તમ emf નું મૂલ્ય $\frac{\pi}{\alpha} \mathrm{V}$ છે. તો $\alpha$ નું મૂલ્ય_____છે.

  • [JEE MAIN 2024]

$0.3\;cm$ અને $20\;cm$ ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર લૂપને સમઅક્ષીય એકબીજાને સમાંતર $15\;cm$ અંતરે મૂકેલી છે. જો નાની લૂપમાં પ્રવાહ $20\,A$ પસાર કરતાં મોટી લૂપ સાથે સંકળાયેલ ચુંબકીય ફલકસ ..... .

  • [AIIMS 2018]

$A=10\; cm ^{2}$ ક્ષેત્રફળ વાળી અને $l=20 \;cm$ લંબાઈવાળી પાઈપ પર અવાહક તાર વીંટાળીને બે સમાક્ષી સોલેનોઈડ બનાવવામાં આવે છે. જો એક સોલેનોઈડના $300$ આંટા હોય અને બીજાના $400$ આંટા હોય તો તેમનું અન્યોન્ય પ્રેરકત્વ કેટલું હશે ?

$\mu_{0}=4 \pi \times 10^{-7} \;TmA ^{-1}$

  • [AIEEE 2008]

$2000 $ આંટા, $0.3\, m$ લંબાઇ અને $1.2 \times {10^{ - 3}}{m^2} $ આડછેદ ધરાવતો સોલેનોઇડમાં $3000$ આંટા ધરાવતી કોઇલ મૂકવામાં આવે છે,સોલેનોઇડમાં પ્રવાહ $0.25\, sec$ માં $2\, A$ ની દિશા ઉલટાવવામાં આવે છે,તો કોઇલમાં કેટલો $emf$ ઉત્પન્ન થાય?

$(a)$ આકૃતિ માં બતાવ્યા પ્રમાણે એક લાંબા સુરેખ તાર અને $a$ બાજુવાળા એક ચોરસ ગાળા વચ્ચેના અન્યોન્ય-પ્રેરકત્વ માટેનું સૂત્ર મેળવો.

$(b)$ હવે ધારોકે સુરેખ તાર $50\; A$ પ્રવાહનું વહન કરે છે અને ગાળાને $v=10 \;m / s$ અચળ વેગ સાથે જમણી તરફ ખસેડવામાં આવે છે. જ્યારે $x=0.2\; m$ હોય તે ક્ષણે ગાળામાં પ્રેરિત emfની ગણતરી કરો. $a=0.1\; m$ લો અને ધારોકે ગાળો મોટો અવરોધ ધરાવે છે.