બે પાસાઓ ફેંકવામાં આવે છે અને પાસાઓ પર મળતી સંખ્યાઓનો સરવાળો લખવામાં આવે છે. ચાલો હવે આપણે આ પ્રયોગ સાથે સંબંધિત નીચે આપેલ ઘટનાઓ વિશે વિચાર કરીએ :
$A:$ “પ્રાપ્ત સરવાળો યુગ્મ સંખ્યા છે
$B:$ “પ્રાપ્ત સરવાળો $3$ નો ગુણક છે'
$c:$ “પ્રાપ્ત સરવાળો $4$ કરતાં નાનો છે?
$D:$ ‘પ્રાપ્ત સરવાળો $11$ કરતાં મોટો છે”
આ ઘટનાઓમાંથી કઈ જોડની ઘટનાઓ પરસ્પર નિવારક છે ?
$00, 01, 02, 03, ...47, 49$ નંબરોવાળી $50$ ટિકિટોમાંથી જેના આંકડાઓનો ગુણાકાર શૂન્ય થતો હોય તેવી ટિકિટો પસંદ કરવાના યાર્દચ્છિક પ્રયોગમાં જેના આંકડાઓનો સરવાળો $8$ થતો હોય તેવી ટિકિટો પસંદ થવાની ઘટનાની સંભાવના ....છે.
ત્રણ સમતોલ પાસાને ફેંકવાના પ્રયોગમાં સરવાળો $16 $ મળે તેની સંભાવના …….. છે.
જો બે પાસાઓ $A$ અને $B$ ને ફેકવામા આવે તો પાસા $B$ પર મળતા અંક કરતા પાસા $A$ પર મળતો અંક મોટો આવે તેની સંભાવના મેળવો.
જો બેગ $x$ માં ત્રણ સફેદ અને બે કાળા દડા છે અને બેગ $y$ માં બે સફેદ અને ચાર કાળા દડા છે.જો એક બેગમાંથી દડાની યાદ્રચ્છિક રીતે પસંદગી કરતાં તે સફેદ હોય તેની સંભાવના મેળવો.
જો ગણ $S = \{1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10\}$ માંથી પુનરાવર્તન સિવાય એક પછી એક એમ બે સંખ્યાઓ પસંદ કરવામા આવે છે તો બન્ને સંખ્યાઓ માંથી ન્યુનતમ અને મહત્તમ સંખ્યાઓ અનુક્રમે $3$ અને $4$ વડે વિભાજય થાય તેની સંભાવના મેળવો.