બે બંદૂકો $A$ અને $B$ એ ક્રમશઃ $1\, km/s$ અને $2\, km/s$ ની ઝડપ થી ગોળીઓ છોડી શકે છે. સમક્ષિતિજ મેદાનના કોઇ એક બિંદુથી શક્ય બધી જ દિશામાં ગોળીઓ છોડવામાં આવે છે. આ ગોળીઓ વડે આંતરાતા મહત્તમ વિસ્તારનો ગુણોત્તર કેટલો થશે?

  • [JEE MAIN 2019]
  • A

    $1:16$

  • B

    $1:2$

  • C

    $1:4$

  • D

    $1:8$ 

Similar Questions

ક્રિકેટ બોલર, બોલને બે જુદી જુદી રીતે છોડે છે.
$(a)$ તેને માત્ર સમક્ષિતિજ વેગ આપીને
$(b)$ તેને સમક્ષિતિજ વેગ અને નીચે તરફ નાનો વેગ આપીને બોલ છોડવાના સમયે ઝડપ $v_s$ સમાન છે. જમીનથી $H$ ઊંચાઈએથી બંનેને છોડવામાં આવે છે. બોલ જ્યારે જમીનને અથડાય ત્યારે કયા છોડેલા બોલની ઝડપ વધારે હશે ? (હવાના અવરોધને અવગણો)

$h$ ઊંચાઇ અને $b$ પહોળાઇ ધરાવતા $n$ પગથીયા છે.ઉપરના પગથીયે થી દડાને સમક્ષિતિજ વેગ $u \,m/s$ આપતાં $n$ પગથીયા કૂદી જતો હોય,તો $n$= .........

$500\, m/s$ ની ઝડપથી સમક્ષિતિજ દિશામાં ઉડતા પ્લેનમાંથી પદાર્થને પડતો મૂકતાં તે $10 \,sec$ માં જમીન પર આવે છે.પદાર્થ જમીન સાથે કેટલાના ખૂણે અથડાશે? $(g = 10\,\,m/{s^2})$

એક ટાવર પરથી એક પદાર્થને $18 \,ms^{-1}$ ના સમક્ષિતિજ વેગ થી ફેંકવામાં આવે છે. તે જમીન સાથે $45^o$.ના ખૂણે અથડાઇ જયારે તે જમીનને અથડાઇ ત્યારે વેગનો શિરોલંબ ઘટક ........ $ms^{-1}$ મળે.

કોઈ રાઇફલમાંથી છૂટેલી ગોળીની પ્રારંભિક ઝડપ $630\, m/s$ છે. લક્ષ્યની ક્ષિતિજ પર તેનાથી $700\, m$ દૂર લક્ષ્યના કેન્દ્ર પર રાઇફલને ફાયર કરવામાં આવે છે. લક્ષ્યને તાકવા માટે રાઈફલને લક્ષ્યના કેન્દ્રથી કેટલી ઉપર ($m$ માં) રાખવી જોઈએ? ($g=10 \;m/s^2$ લો)

 

  • [JEE MAIN 2014]