કોઈ રાઇફલમાંથી છૂટેલી ગોળીની પ્રારંભિક ઝડપ $630\, m/s$ છે. લક્ષ્યની ક્ષિતિજ પર તેનાથી $700\, m$ દૂર લક્ષ્યના કેન્દ્ર પર રાઇફલને ફાયર કરવામાં આવે છે. લક્ષ્યને તાકવા માટે રાઈફલને લક્ષ્યના કેન્દ્રથી કેટલી ઉપર ($m$ માં) રાખવી જોઈએ? ($g=10 \;m/s^2$ લો)
$1.0$
$4.2$
$6.1$
$9.8$
સમક્ષિતિજમાં ઉડતા વિમાન માથી એક બોમ્બ ફેંકવામાં આવે છે. તો બોમ્બ નો ગતિપથ શું હશે?
એક સમક્ષિતિજ સમતલમાં બંદૂકની મહત્તમ અવધિ $16\;km$ છે. જો $g = \;10m/{s^2}$ હોય, તો ગનના નાળચામાંથી નીકળતા ગોળાનો વેગ ($m/s$ માં) કેટલો હશે?
એક વિમાન $1960 \,m$ ઊંચાઇ પર $360 \,km/hr$ ના સમક્ષિતિજ વેગથી ઉડી રહ્યું છે. $A$ બિંદુની બરાબર ઉપર વિમાન હોય ત્યારે,તેમાંથી પદાર્થને પડતો મૂકતા જમીન પર આવતા કેટલા.........$sec$ નો સમય લાગે?
$r$ ત્રિજયાનું એક પૈડું સમક્ષિતિજ રોડ પર $v$ વેગથી ગતિ કરે છે, જ્યારે તેના પરનું બિંદુ $A$ જમીન પર હોય ત્યારે $B$ બિંદુ પાસે રહેલો એક નાના કાદવનો ટુકડો તેના પરથી છૂટો પડીને રોડ પર $C$ બિંદુ પાસે પડે છે તો અંતર $AC$ કેટલું થશે?
એક વ્યક્તિ ઊંચા મકાનની છત પર સમક્ષિતિજ દિશામાં દોડીને આ મકાનથી ઓછી ઊંચાઈવાળા મકાનની છત પર કૂદકો મારીને આવે છે. જો વ્યક્તિની ઝડપ $9 \,ms^{-1}$ હોય અને બંને મકાનો વચ્ચેનું સમક્ષિતિજ અંતર $10\, m$ હોય તથા બંને મકાનોની છતની ઊંચાઈનો તફાવત $9\, m$ હોય તો શું આ વ્યક્તિ એક છત પરથી બીજી છત પર કુદકો મારીને આવી શકશે ? $(g = 10 \,m/s^2 $ છે $)$