બે એકસમાન વાહક ગોળા $A$ અને $B$ પર સમાન વિજભાર છે.તેમની વચ્ચેની અંતર તેમના વ્યાસ કરતાં ઘણું વધારે છે અને તેમની વચ્ચેનું બળ $F$ છે. ત્રીજો સમાન વાહક ગોળો $C$ જે વિજભારરહિત છે તેને પહેલા $A$ ગોળા અને પછી $B$ ગોળા સાથે સ્પર્શ કરાવીને દૂર કરવામાં આવે છે તો હવે $A$ અને $B$ ગોળા વચ્ચે કેટલું બળ લાગતું હશે?
$\frac{{3F}}{4}$
$\frac{{F}}{2}$
$F$
$\frac{{3F}}{8}$
મુક્ત અવકાશમાં વિદ્યુત પરમિટિવિટિ નું મૂલ્ય ........ છે.
સમાન વિદ્યુતભાર ધરાવતા બે સમાન ગોળાઓને એક આધારબિંદુથી સરખી લંબાઈની દોરી વડે લટકાવેલ છે. ત્યારે બે દોરી વચ્ચેનો કોણ $30^o$ છે. જ્યારે $0.8\, g\, cm^{-3}$ ઘનતાના પ્રવાહીમાં ડૂબાડવામાં આવે ત્યારે બે દોરી વચ્ચેનો કોણ ગોળાઓ હવામાં હતા તયારે જેટલો હતો તેટલો જ રહે છે. જો ગોળાઓના દ્રવ્યની ઘનતા $1.6 \,g \,cm^{-3}$ હોય તો પ્રવાહીનો ડાઈઈલેક્ટ્રિક અચળાંક ........ છે.
$ + 4q,\, - q$ અને $ + 4q$ વિદ્યુતભાર ધરાવતા બિંદુવત વિદ્યુતભારને $x - $અક્ષ પર $x = 0,\,x = a$ અને $x = 2a$ પર મૂકવામાં આવે તો ...
દરેક $m$ જેટલું દળ અને $q$ જેટલો વિદ્યુતભાર ધરાવતા બે એકસમાન ટેનિસ બોલને $l$ લંબાઈની દોરી વડે જડિત બિંદુથી લટકવવામાં આવેલ છે. જ્યારે શિરોલંબ સાથે દરેક દોરી નાનો કોણ $\theta$ રચતી હોય તો ત્યારે સંતુલન સ્થિતિમાં અંતર .......... હશે?
${q_1},{q_2},.......,{q_n}$ વિધુતભારના તંત્રના લીધે ${q_1}$ પર લાગતાં કુલંબ બળનું વ્યાપક સૂત્ર લખો.