બધી રીતે સરખા કોપર અને લોખંડના સળિયાને મીણનું આવરણ લગાવવામાં આવે છે,બંનેના એક છેડાને ગરમ પાણીમાં રાખતા $ 8.4cm $ અને $ 4.2cm $ સુધી મીણ પીગળે છે.જો કોપરની ઉષ્મા વાહકતા $0.92$ હોય,તો લોખંડની ઉષ્મા વાહકતા શોધો.
$0.23$
$0.46$
$0.115$
$0.69$
બારીના કાચનું ક્ષેત્રફળ $10 m^{2}$ અને જાડાઈ $2 mm$ છે. બહાર અને અંદરનું તાપમાન અનુક્રમે $40°C$ અને $20°C$ છે. $MKS$ પદ્ધતિ પ્રમાણે ઉષ્મા વાહકતા $0.2$ છે. ઓરડામાં સેકન્ડ દીઠ વહન પામતી ઉષ્મા ......છે.
સમાન આડછેદ અને સમાન દ્રવ્યના ત્રણ સળિયાથી સમદ્વિ-બાજુ કાટકોણ ત્રિકોણ $ABC$ બનાવવામાં આવે છે. $A$ અને $B$ ના તાપમાન $ T $ અને $ \sqrt 2 T $ છે.જો $C$ નું તાપમાન $ {T_C} $ હોય,તો $ \frac{{{T_C}}}{T} $ શોધો. $\angle B$ કાટખૂણો છે.
જુદા જુદા દ્રવ્યોના બનેલા બે ગોળાઓમાં પ્રથમ ગોળાની ત્રિજ્યા બીજા ગોળાની ત્રિજ્યા કરતાં બમણી અને દીવાલની જોડાઈ ચોથા ભાગની છે. તેમને સંપૂર્ણપણે બરફથી ભરી દેવામાં આવે છે. જો મોટી ત્રિજ્યા ધરાવતા ગોળાના બરફને સંપૂર્ણપણે પીંગળતાં લાગતો સમય $25 min$ અને નાની ત્રિજ્યા ધરાવતા ગોળાના બરફને સંપૂર્ણપણે પીંગળતાં લાગતો સમય $16 min$ હોય, તો મોટા અને નાના ગોળાનાં દ્રવ્યોની ઉષ્માવાહકતાનો ગુણોત્તર ..........
બે સમાન ક્ષેત્રફળ વાળી પ્લેટને એકબીજાના સંપર્કમાં રાખેલી છે. તેમની જાડાઈ $2.0\,\, cm$ અને $5.0 \,\,cm$ છે. પહેલી પ્લેટની બાહ્ય સપાટીનું તાપમાન $-20°C$ અને બીજી પ્લેટની બાહ્ય સપાટીનું તાપમાન $20°C$ છે. જ્યારે તેમની ઉષ્મા વાહકતાનો ગુણોત્તર $2:5$ હોય તો સંપર્કમાં રહેલી સપાટીનું તાપમાન ........ $^oC$ શોધો.
$50 cm$ લંબાઈ અને $5 cm^{2}$ આડછેદના ક્ષેત્રફળમાંથી ઉષ્માનું વહન થાય છે. તેના છેડાઓ અનુક્રમે $25 °C$ અને $125°C$ છે. સળિયાના પદાર્થની ઉષ્માવાહકતા $0.092\, kcal/ms \,C$ સળિયાનો તાપમાન પ્રચલન ....... $^oC/cm$ છે.