ત્રણ સમાન આડછેદ અને લંબાઈ ધરાવતા સળિયાને જુદા-જુદા દ્રવ્યમાંથી બનાવેલ છે જેમની ઉષ્માવાહકતા અનુક્રમે $K _{1}, K _{2},$ અને $K _{3}$ છે. તેને પછી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલ છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સળિયાના એક છેડાને $100^{\circ} C$ તાપમાને અને બીજા છેડાને $0^{\circ} C$ તાપમાને રાખેલ છે જો સંતુલન સમયે સળીયાના જોડાણના જંકશનનું તાપમાન અનુક્રમે $70^{\circ} C$ અને $20^{\circ} C$ હોય અને સળિયાની સપાટી પરથી કોઈ પણ ઉર્જાનો વ્યય થતો ના હોય તો $K _{1}, K _{2}$ અને $K _{3}$ વચ્ચેનો સંબધ શું હશે?
$K _{1}: K _{3}=2: 3 ; K _{2}: K _{3}=2: 5$
$K _{1}< K _{2}< K _{3}$
$K _{1}: K _{2}=5: 2 ; K _{1}: K _{3}=3: 5$
$K _{1}> K _{2}> K _{3}$
આકૃતિમાં દર્શાવ્યા મુજબનું તંત્ર સ્થાયી અવસ્થામાં છે. તો સ્ટીલ તાંબાના જંક્શનનું તાપમાન કેટલું હશે ? સ્ટીલના સળિયાની લંબાઈ $= 15.0\, cm$. તાંબાના સળિયાની લંબાઈ $= 10.0\, cm$. ભટ્ટીનું તાપમાન $= 300 \,^oC$. બીજા છેડાનું તાપમાન $0 \,^oC$. સ્ટીલનાં સળિયાનાં આડછેદનું ક્ષેત્રફળ તાંબાના સળિયાના આડછેદના ક્ષેત્રફળ કરતાં બમણું છે. (સ્ટીલની ઉષ્માવાહકતા $= 50.2\, J\,s^{-1} \, m^{-1}\, K^{-1}$ અને તાંબાની ઉષ્માવાહકતા $=385\,J\,s^{-1}\,m^{-1}\,K^{-1}$
વિધાન : ઠંડા દિવસોમાં લાકડાની ટ્રે કરતાં બ્રાસની ટ્રે વધુ ઠંડી લાગે છે
કારણ : બ્રાસની ઉષ્માવાહકતા લાકડાની ઉષ્માવાહકતા કરતાં વધુ છે.
સમાન જાડાઇ ધરાવતા બે બ્લોકની ઉષ્મા વાહકતાનો ગુણોત્તર $1:4$ છે. બંને બ્લોક સંપર્કમાં રાખવામાં આવે છે. પ્રથમ બ્લોકના મુકત છેડાનું તાપમાન $ 0^o C $ અને બીજા બ્લોકના મુકત છેડાનું તાપમાન $ {100^o}C $ છે. તો સંપર્ક સપાટીનું તાપમાન....... $^oC$
${K_1}$ અને ${K_2}$ ઉષ્માવાહકતા ધરાવતા બે સમાન સળિયાને શ્રેણીમાં જોડેલ છે.તો તેની સમતુલ્ય ઉષ્મા વાહકતા કેટલી થશે?
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક સંયુકત બ્લોક બે જુદાં જુદાં બ્લોકોનું બનેલું છે.આ બે બ્લોકોની ઉષ્માવાહકતા અનુક્રમે $K$ અને $2K$ તથા તેમની જાડાઇ અનુક્રમે $x$ અને $4x$ છે.આ સંયુકત બ્લોકોના છેડાના તાપમાન $T_2$ અને $T_1 (T_2>T_1)$ છે.આ સંયુકત બ્લોકોમાંથી પસાર થતો ઉષ્માનો દર $ \left( {\frac{{A\left( {{T_1} - {T_2}} \right)k}}{x}} \right)f $ હોય,તો $f $ = _______