- Home
- Standard 11
- Physics
13.Oscillations
medium
આકૃતિમાં દર્શાવ્યા અનુસાર દેઢ આધારો વચ્ચે $k$ સ્પ્રિંગ અચળાંકવાળી બે સ્પ્રિંગો સાથે $m$ દળના બ્લોકને જોડેલો છે. જ્યારે $m$ દળના બ્લોકને સંતુલન સ્થાનથી જમણી બાજુ $x$ જેટલો ખસેડવામાં આવે ત્યારે બ્લોક પર લાગતું પુનઃસ્થાપક બળ શોધો.

Option A
Option B
Option C
Option D
Solution

નીચે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે બ્લોકને જમણી બાજુ $x$ જેટલું ખસેડેલું દર્શવ્યું છે.
જમણી બાજુની સ્પ્રિગ $x$ જેટલી સંકોચાશે અને તેમાં પુન:સ્થાપક બળ $k x$ જેટલું બ્લૉકની ડાબી તરફ ઉદ્ભવશે અને ડાબી બાજુની સ્પ્રિગ $x$ જેટલી વિસ્તરશે તેથી તેમાં બ્લૉકની ડાબી તરફ પુનઃસ્થાપક બળ $k x$ ઉદ્ભવશે. આ માટેનો $F.B.D.$ નીચે મુજબ મળશે.
આમ,બ્લોક્ની ડાબી તરફ કુલ પુન:સ્થાપક બળ,
$F=k x+k x$
$\therefore F =2 k x$
Standard 11
Physics
Similar Questions
medium