બે $+\sigma$ પૃષ્ઠ વિજભાર ઘનતા ધરાવતા અનંત સમતલને એક બીજા સાથે $30^{\circ} $ ના ખૂણે મૂકવામાં આવે છે, તો તેમની વચ્ચેના ક્ષેત્રમાં વિદ્યુતક્ષેત્ર કેટલું થાય?
$\frac{\sigma}{\varepsilon_{0}}\left[\left(1+\frac{\sqrt{3}}{2}\right) \hat{\mathrm{y}}+\frac{\hat{\mathrm{x}}}{2}\right]$
$\frac{\sigma}{2 \varepsilon_{0}}\left[\left(1-\frac{\sqrt{3}}{2}\right) \hat{\mathrm{y}}-\frac{\hat{\mathrm{x}}}{2}\right]$
$\frac{\sigma}{2 \varepsilon_{0}}\left[(1+\sqrt{3}) \hat{\mathrm{y}}+\frac{\hat{\mathrm{x}}}{2}\right]$
$\frac{\sigma}{2 \varepsilon_{0}}\left[(1+\sqrt{3}) \hat{\mathrm{y}}-\frac{\hat{\mathrm{x}}}{2}\right]$
કુલંબના નિયમ પરથી ગાઉસનો પ્રમેય સમજાવો.
એક ગોળા પર એકસમાન વિજભાર પથરાયેલ છે તેની વિજભાર ઘનતા નીચે મુજબ આપવામાં આવે છે.
$\rho (r)\, = \,{\rho _0}\left( {1 - \frac{r}{R}} \right)$, $r < R$ માટે
$\rho (r)\,=\,0$, $r\, \ge \,R$ માટે
જ્યાં $r$ એ વિજભાર વિતરણના કેન્દ્રથી અંતર અને $\rho _0$ અચળાંક છે. $(r < R)$ ના અંદરના બિંદુ પાસે વિદ્યુતક્ષેત્ર કેટલું મળે?
અનુક્રમે, $+ \sigma$ અને $+ \lambda$ વિદ્યુતભાર ધનતા ધરાવતા એક અનંત પૃષ્ઠ વિદ્યુતભાર અને અનંત રેખીય વિદ્યુતભારને, એકબીજાને સમાંતર $5\,m$ અંતરે રાખવામાં આવે છે. બિંદુ $P$ અને $Q$ એ રેખીય વિદ્યુતભારથી લંબઅંતરે પૃષ્ઠ તરફ અનુક્રમે $\frac{3}{\pi}\, m$ અને $\frac{4}{\pi}\,m$ અંતરે રહેલા બિંદુ છે. બિંદ્દુ $P$ અને $Q$ આગળ પરિણામી વિદ્યુતક્ષેત્ર ના મૂલ્યો અનુક્રમે $E_P$ અને $E _Q$ છે. જો $2|\sigma|=|\lambda|$ હોય, તો $\frac{E_P}{E_Q}=\frac{4}{a}$ મળે છે. $a$ નું મૂલ્ય ....... થશે.
ગાઉસના પ્રમેય પરથી કુલંબનો નિયમ સમજાવો.
સમકેન્દ્રિય ગોળીય કવચ $A$ અને $B $ ની ત્રિજયાઓ $r_A$ અને $r_B(r_B>r_A)$ છે.તેના પર વિદ્યુતભાર $Q_A$ અને $-Q_B(|Q_B|>|Q_A|)$ છે.તો વિદ્યુતક્ષેત્ર વિરુધ્ધ અંતરનો નો આલેખ કેવો થાય?