$4 \,{amu}$ અને $16\, amu$ દળ ધરાવતા બે આયન પરના વિદ્યુતભાર અનુક્રમે $+2 {e}$ અને $+3 {e}$ છે. આ આયનો સતત લંબરૂપ ચુંબકીય ક્ષેત્ર ધરાવતા પ્રદેશમાંથી પસાર થાય છે. જો બંને આયનની ગતિઉર્જા સમાન હોય તો ....

  • [JEE MAIN 2021]
  • A

    હળવો આયન ભારે આયન કરતાં ઓછો વિચલન પામે

  • B

    હળવો આયન ભારે આયન કરતાં વધારે વિચલન પામે

  • C

    બંને આયન સમાન વિચલન પામે 

  • D

    એક પણ આયન વિચલન પામશે નહીં 

Similar Questions

વેગ $\mathrm{v}$ પર આધારિત ચુંબકીય બળ જડત્વીય નિર્દેશ ફ્રેમ પર આધાર રાખે છે, તો ચુંબકીય બળ જુદી જુદી જડત્વીય ફ્રેમમાં અલગ ગણી શકાય ? જુદી જુદી નિર્દેશ ફ્રેમમાં પરિણામી પ્રવેગના મૂલ્યો જુદા જુદા હોય તે વ્યાજબી છે ? સમજૂતી આપો?

એક વિસ્તારમાં રહેલા સ્થિર અને સમાન વિદ્યુતક્ષેત્ર અને સમાન ચુંબકીયક્ષેત્ર એકબીજાને સમાંતર છે. એક વિદ્યુતભારીત કણ સ્થિર સ્થિતિમાંથી આ વિસ્તારમાં મૂકવામાં આવે, તો તેનો ગતિપથ કેવો હશે?

  • [AIEEE 2006]

$l$ લંબાઈના સાદા લોલકમાં એક છેડે લોખંડનો ગોળો લટકાવેલો છે.આ લોલક $d.c.$ પ્રવાહ ધરાવતા સમક્ષિતિજ ગૂચળાની ઉપર દોલનો કરે છે તો લોલકનો આવર્તકાળ $T$ ......

  • [JEE MAIN 2013]

સમાન ગતિ ઊર્જા ધરાવતા એક પ્રોટોન, એક ડ્યુટેરોન અને એક $\alpha-$ કણ નિયમિત્ત ચુંબકીય ક્ષેત્ર ધરાવતા વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રને લંબ ગતિ કરે છે. તેમના વર્તુળાકાર ગતિપથની ત્રિજ્યાઓનો ગુણોત્તર અનુક્રમે.......હશે

  • [JEE MAIN 2022]

$\mathrm{e}$ વિધુતભાર અને $\mathrm{m}$ દળનો કણ ${{\rm{\vec E}}}$ અને ${{\rm{\vec B}}}$ જેટલી સમાન તીવ્રતાવાળા વિધુત અને ચુંબકીયક્ષેત્રમાં ગતિ કરે છે, તો પરિમાણરહિત અને ${\left[ {\rm{T}} \right]^{ - 1}}$ પરિમાણ ધરાવતી ભૌતિકરાશિઓ મેળવો.