થર્મોસ્ટેટમાં વપરાતી બે ધાતુની પટ્ટી માટે કઈ વસ્તુ અલગ હોવી જ જોઈએ?

  • [IIT 1992]
  • A

    દળ 

  • B

    લંબાઈ 

  • C

    અવરોધકતા 

  • D

    રેખીય પ્રસરણાંક 

Similar Questions

એક મોટા સ્ટીલનાં પૈડાને તે જ દ્રવ્યની બનેલી મોટી ધરી ઉપર બંધબેસતું કરવું છે. $27 \,^oC$ તાપમાને ધરીનો બહારનો વ્યાસ $8.70\, cm$ અને પૈડાના કેન્દ્રમાં રહેલ છિદ્ર (હૉલ)નો વ્યાસ $8.69\, cm$ છે. સૂકા બરફ વડે ધરીને ઠંડી કરેલ છે. ધરીનાં કયા તાપમાને પૈડું તેના પર સરકવા લાગશે. જરૂરી તાપમાનના વિસ્તાર માટે સ્ટીલનો રેખીય પ્રસરણાંક અચળ રહે છે. તેમ સ્વીકારો $\alpha_{steel} =1.20 \times 10^{-3} \;K ^{-1}$.

$4\, {m}$ લંબાઈ અને $10\, {cm}^{2}$ આડછેદના સ્ટીલના તારનો ${y}=2.0 \times 10^{11} \,{Nm}^{-2}$ અને $\alpha=10^{-5}{ }^{\circ} {C}^{-1}$ છે, તેનની લંબાઈમાં વધારો કરાવ્યા વગર $0^{\circ} {C}$ થી $400^{\circ} {C}$ ગરમ કરવામાં આવે છે. તારમાં ઉત્પન્ન થતું તણાવબળ ${x} \times 10^{5} \, {N}$ છે, જ્યાં $x$ નું મૂલ્ય કેટલું હશે?

  • [JEE MAIN 2021]

$24\, m ^{2}$ જેટલો કુલ સપાટી ક્ષેત્રફળ ધરાવતા ધન ધાત્વીય ધનને નિયમિત રીતે ગરમ કરવામાં આવે છે. જો તેનું તાપમાન $10^{\circ} C$, જેટલું વધારવામાં આવે તો ધનના કદમાં થતો વધારો ગણો. $\left(\alpha=5.0 \times 10^{-4}{ }^{\circ} C ^{-1}\right)$.

  • [JEE MAIN 2022]

એક લોખંડના સળિયાની $20°C$ તાપમાને $10 cm$ લંબાઈ છે. $19°C$ તાપમાને લોખંડના સળિયાની લંબાઈ .......(લોખંડ માટે $\alpha = 11 = 10^{-6} C^{-1}$) 

એવું જાણવા મળ્યું છે કે મીણને ઘન બનાવતા તે સંકોચાઇ છે.જો ઓગળેલા મીણને મોટા પાત્રમાં નાખી તેને ધીમે-ધીમે ઠંડુ પડવા દેવામાં આવે તો ....