રેખીય પ્રસરણાંક અને કદ પ્રસરણાંક વચ્ચેનો સંબંધ લખો.
એક વિધાર્થી એક સળિયાની પ્રારંભિક લંબાઈ $l$, તાપમાનનો ફેરફાર $\Delta T$ અને લંબાઈમાં ફેરફાર $\Delta l$ નીચે મુજબ નોંધે છે.
અ.નં. | $l(m)$ | $\Delta T{(^o}C)$ | $\Delta l(m)$ |
$(1)$ | $2$ | $10$ | $4\times 10^{-4}$ |
$(2)$ | $1$ | $10$ | $4\times 10^{-4}$ |
$(3)$ | $2$ | $20$ | $2\times 10^{-4}$ |
$(4)$ | $3$ | $10$ | $6\times 10^{-4}$ |
જો પ્રથમ અવલોકન સાચું હોય, તો $2,\,3$ અને $4$ અવલોકનો માટે તમે શું કહી શકો ?
યંગ મોડ્યુલસ $Y$ અને ઉષ્મીય પ્રસરણાંક $\alpha$ ધરાવતાં એક સળિયાનું તાપમાન $t ^oC$ જેટલું વધારવામાં આવે છે, પરંતુ સળિયાની લંબાઈ અચળ રહે છે. તો સળિયાની અંદર ઉદ્ભવતું રેખીય પ્રતિબળ કેટલું હશે ?
આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે ધાતુ $X$ અને $Y$ ની પટ્ટીને એક દઢ આધાર પર જડિત કરેલ છે.$X$ ધાતુનો રેખીય પ્રસરણાંક $Y$ ધાતુ કરતાં વધુ હોય તો જ્યારે આ દ્વિધાત્વિય પટ્ટીને ઠંડા પાણીમાં મૂકવામાં આવે તો....
વાયુ $VT^2 =$ અચળને અનુસરે છે. તેનો કદ પ્રસરણાંક શું થશે?
એક લોલક ઘડીયાળનો સેકન્ડ કાંટો સ્ટીલનો બનેલો છે. ઘડીયાળ $25^{\circ} C$ તાપમાને સાચો સમય બતાવતી હોય તો જો તેનું તાપમાન $35^{\circ} C$ જેટલું વધારવામાં આવે તો ........ $s$ સમય વધારે કે ઓછો બતાવશે ? $\left(\alpha_{\text {steel }}=1.2 \times 10^{-5} /^{\circ} C \right)$