એકબીજામાં મિશ્રણ ન થઈ શકતા હોય, તેવા પ્રવાહીઓ કે જેમની ઘનતા $\rho$ અને $n\rho ( n>1) $ છે, જે કોઇ પાણીમાં ભરેલાં છે.દરેક પ્રવાહીની ઊંચાઇ $h$ છે. $L$ લંબાઇ અને $ d$ ઘનતાના એક નળાકારને આ પાત્રમાં રાખવામાં આવે,ત્યારે આ નળાકાર આ પાત્રમાં એવી રીતે તરે છે, કે જેથી તેની અક્ષ શિરોલંબ રહે તથા પ્રવાહીમાં તેની લંબાઇ $PL(P < 1)$ રહે છે, તો ઘનતા $d$ કેટલી હશે?

  • [NEET 2016]
  • A

    $[2+(n+1)P]\rho $

  • B

    $[2+(n-1)P]\rho $

  • C

    $[1+(n-1)P]\rho $

  • D

    $[1+(n+1)P]\rho $

Similar Questions

પદાર્થ પ્રવાહીમાં ક્યારે ડૂબી જાય છે ? તે સમજાવો ?

તાર વડે લટકાવેલો એક પદાર્થ તેને $10 \,mm$ જેટલો ખેંચે છે, જ્યારે પદાર્થને પ્રવાહીમાં ડૂબાડવામાં આવે છે ત્યારે તારમાં ખેંચાણા $\frac{10}{3} \,mm$ જેટલું ઘટે છે તો પદાર્થ અને પ્રવાહીની સાપેક્ષ ઘનતાઓનો ગુણોત્તર કેટલો છે ?

ઉપ્લાવક બળ એટલે શું ? 

એક લાકડાનું સમઘન ચોસલું તેના પર મૂકેલા $200 \,gm$ દળ સાથે પાણીના અંદરના ભાગમાં તરે છે, જ્યારે દળ દૂર કરવામાં આવે છે, ત્યારે સમઘન એ તેની ટોચની સપાટી પાણીના સ્તરથી $2 \,cm$ ઉપર તરે છે, તો સમઘનની બાજુની લંબાઈ ......... $cm$ છે 

$d$ વ્યાસ ધરાવતી મીણબત્તીને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $D (D > > d)$ વ્યાસ ધરાવતા પાત્રમાં મુકેલ છે.જો મીણબત્તી $2\, cm/hour$ ના દરથી બળતી હોય તો  મીણબત્તીનો ઉપરનો ભાગ .....

  • [AIIMS 2005]