$k_1$ અને $k_2$ બળ-અચળાંકવાળી બે ધિંગોને શ્રેણીમાં જોડતાં પરિણામી બળ-આચળાંક $2$ એકમ મળે છે. જ્યારે તેમને સમાંતર જોડતાં પરિણામી બળ-અચળાંક $9$ એકમ મળે છે તો $k_1$ અને $k_2$ ના મૂલ્યો મેળવો.
સમાંતર જોડાણ માટે $k_{1}+k_{2}=9\dots(1)$
શ્રેણી જોડાણ માટે $\frac{k_{1} k_{2}}{k_{1}+k_{2}}=2\dots(2)$
$\therefore \quad \frac{k_{1} k_{2}}{9}=$ સમી.$(1)$ અને $(2)$ પરથી
$\therefore \quad k_{1}+k_{2}=18\dots(3)$
$\therefore \quad k_{2}=\frac{18}{k_{1}}$ સમી.$(1)$માં મૂકતાં
$k_{1}=\frac{18}{k_{1}}=9$
$\therefore k_{1}^{2}+18=9 k_{1}$
$\therefore k_{1}^{2}-9 k_{1}+18=0$
$\therefore \left(k_{1}-6\right)\left(k_{1}-3\right)=0$
$\therefore k_{1}=6$ એકમ અથવા $k_{1}=3$એકમ
$\therefore k_{2}=3$એકમ અથવા $k_{2}=6$ એકમ
આકૃતિમાં બતાવ્યા મુજબ $1\,kg$ દળ ને $600\,N / m$ બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગ સાથે જોડેલ છે. અને તે સમક્ષિતિજ સપાટી પર રાખેલ છે અને બીજો છેડો દિવાલ સાથે જોડેલ છે. $0.5\,kg$ નું બીજુ દળ પ્રથમ દળ ની સામે $3\,m / s$ ના વેગથી ગતિ કરે છે. જો બંને દળ સંપૂર્ણ બિન સ્થિતિસ્થાપક અથડામણ કરે, તો તેનો કંપનવિસ્તાર અને સમયગાળો શોધો. (સંયોજન થયેલા દળનો)
આકૃતિમાં બતાવ્યા પ્રમાણે $1200\, N \,m^{-1}$ નો સ્પ્રિંગ-અચળાંક ધરાવતી એક સ્પ્રિંગને એક સમક્ષિતિજ ટેબલ પર ગોઠવેલ કરેલ છે. આ સ્પ્રિંગના મુક્ત છેડા પર $3\, kg$ જેટલું દ્રવ્યમાન જોડેલ છે. આ દ્રવ્યમાનને એક બાજુ $2.0 \,cm$ ના અંતર સુધી ખેંચીને મુક્ત કરવામાં આવે છે.
$(i)$ દોલનની આવૃત્તિ $(ii)$ દ્રવ્યમાનનો મહત્તમ પ્રવેગ અને $(ii)$ દ્રવ્યમાનની મહત્તમ ઝડપ શોધો.
આપેલ આકૃતિમાં, એક $M$ દળ જેનો એક છેડો દઢ આધાર સાથે જડિત કરેલ છે તેવી સમક્ષિતિજ સ્પ્રિંગ સાથે જોડેલ છે. સ્વિંગનો સ્પ્રિંગ અચળાંક $k$ છે. ઘર્ષણરહિત સપાટી પર દળ $T$ જેટલા આવર્તકાળ અને $A$ જેટલા કંપવિસ્તાર સાથે દોલન કરે છે. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર, દળ જ્યારે સંતુલન સ્થિતિમાં હોય છે ત્યારે બીજા $m$ દળને ધીરેથી (સાવચેતીથી) તેના પર જોડવામાં આવે છે. દોલનનો નવો કંપવિસ્તાર ............ થશે.
જ્યારે $m$ જેટલા દળને સ્પ્રિંગ સાથે જોડવામાં આવે છે. ત્યારે તે $4 \,s$ ના આવર્તકાળથી દોલન કરે છે. જ્યારે વધારાનું $2 \,kg$ દળ જોડવામાં આવે છે. તો તેનો આવર્તકાળ $1\, s$ જેટલો વધે છે. તો $m$ નું મુલ્ય ......... $kg$
સ્પ્રિંગના છેડે જોડેલ બ્લોકના દળ પર તેના દોલનનો આવર્તકાળ કેવી રીતે આધાર રાખે છે ?