- Home
- Standard 11
- Chemistry
જળ પ્રદૂષણના મુખ્ય કારણો કયાં છે ? સમજાવો.
Solution
જળ પ્રદૂષણના મુખ્ય કારણો નીચે મુજબ છે :
$(i)$ રોગકારકો : રોગ પેદા કરનાર અતિ ગંભીર જળપ્રદૂષકોને રોગકારકો કહેવાય છે. સએજ અને પ્રાણીઓના મળમુત્રોમાંથી બૅક્ટરિયા અને અન્ય સુક્ષ્મજીવો સહિતના રોગકારકો પાણીમાં પ્રવેશે છે. મળમૂત્રમાં ઈસ્ટેરેશિયા કોલાઈ અને સ્ટોકોક્સ ફેકેલીસ જેવા બૅક્ટરિયા રહેલા હોય છે, જે જઠર રોગો માટે જવાબદાર હોય છે.
$(ii)$ કાર્બનિક કચરો : પાંદડાં, ઘાસ, કૃષિ કચરો વગેરે જેવા કાર્બનિક કચરાને પણ મુખ્ય જળપ્રદૂષક તરીકે ગણવામાં આવે છે. તેઓ પાણીને પ્રદૂષિત કરે છે. પાણીમાં વધુ જલજ વનસ્પતિને કારણે પણ જળ પ્રદૂષણ થાય છે. આ કચરો જૈવવિઘટનીય હોય છે.
બૅક્ટરિયાની વધુ સંખ્યા પાણીમાં રહેલા કાર્બનિક પદાર્થનું વિઘટન કરે છે. તેઓ પાણીમાં રહેલા દ્રાવ્ય ઑક્સિજનનો ઉપયોગ કરે છે.
જલીય દ્રાવણમાં દ્રાવ્ય ઑક્સિજનનું પ્રમાણ સીમિત હોય છે. ઠંડા પાણીમાં દ્રાવ્ય ઑક્સિજનની સાંદ્રતા $10\,ppm$ જયારે હવામાં ઑક્સિજનની સાંદ્રતા $2,00,000\,ppm$ હોવાથી થોડા પ્રમાણમાં રહેલા કાર્બનિક પદાર્થના વિઘટનથી પાણીમાં રહેલા દ્રાવ્ય ઑક્સિજનનું પ્રમાણ ઘટે છે.
જલીય જીવસૃષ્ટિ માટે પાણીમાં રહેલા દ્રાવ્ય ઑક્સિજનની સાંદ્રતા $6\,ppm$ થી ઓછી હોય તો માછલીઓનું સંવર્ધન રોકાઈ જાય છે.
પાણીમાં ઑક્સિજન વાતાવરણ દ્વારા અથવા જલીય લીલી વનસ્પતિઓ દ્વારા સૂર્યપ્રકાશની હાજરીમાં થતાં પ્રકાશસંશ્લેષણ મારફતે પ્રવેશે છે. રાત્રિના સમય દરમિયાન પ્રકાશસંશ્લેષણ થતું નથી. પરંતુ વનસ્પતિની શ્વસનક્રિયા ચાલુ હોય છે. તેથી દ્રાવ્ય ઑક્સિજનનું પ્રમાણ ઘટે છે.
સૂક્ષ્મજીવો કાર્બનિક પદાર્થના ઑક્સિડેશન માટે પણ દ્રાવ્ય ઑક્સિજનનો ઉપયોગ કરે છે. આથી, જો પાણીમાં વધુ પ્રમાણમાં કાર્બનિક પદાર્થ ઉમેરવામાં આવે છે, તો તેમાં રહેલો ઑક્સિજન વપરાઈ જાય છે. જેથી ઑક્સિજન પર આધારિત જલીય જીવસૃષ્ટિ નાશ પામે છે.
અજારક બેક્ટરિયા કે જેને ઑક્સિજનની જરૂર નથી. તેઓ કાર્બનિક કચરાનું વિઘટન કરે છે અને ખરાબ વાસવાળા રસાયણો ઉત્પન્ન કરે છે, જે માનવ સ્વાથ્ય માટે હાનિકારક છે. જારક બેક્ટરિયા કે જેને ઑક્સિજનની જરૂર છે. તેઓ કાર્બનિક કચરાનું વિઘટન કરે છે અને પાણીમાં દ્રાવ્ય ઑક્સિજનનું પ્રમાણ ઘટાડે છે.
નિશ્ચિત કદના પાણીના નમૂનામાં રહેલા કાર્બનિક પદાર્થોના વિઘટન માટે જરૂરી ઑક્સિજનના જથ્થાને જૈવ રાસાયણિક ઑક્સિજન $(BOD)$ જરૂરિયાત કહે છે.
પાણીમાં $BOD$ નું મૂલ્ય કાર્બનિક પદાર્થના જૈવવિઘટન માટે જરૂરી ઑક્સિજનનો જથ્થો સૂચવે છે. સ્વચ્છ પાણીનું $BOD$ મૂલ્ય $5\,ppm$ થી ઓછું જયારે પ્રદૂષિત પાણીનું $BOD$ નું મૂલ્ય $17\,ppm$ કે તેથી વધુ હોય છે.
$(iii)$ રાસાયણિક પ્રદૂષકો : પાણી ઉત્તમ દ્રાવક છે. કેડમિયમ, મરક્યુરી, નિકલ વગેરે ભારે ધાતુઓ ધરાવતાં પાણીમાં દ્રાવ્ય કાર્બનિક સંયોજનોને રાસાયણિક પ્રદૂષકો કહી શકાય. આ ધાતુઓનો માનવશરીર નિકાલ કરી શકતું નથી. તેથી તેઓ માનવજાત માટે હાનિકારક છે. સમય જતાં માનવ શરીરમાં તેઓનું પ્રમાણ વધી જાય તો તે કિડની, મધ્યસ્થ ચેતાતંત્ર, યકૃત વગેરે જેવા અવયવોને નુક્સાન પહોંચાડે છે.