આયર્નના ભૂકામાં મંદ હાઇડ્રોક્લોરિક ઍસિડ ઉમેરતાં શું થાય છે ? સાચા જવાબ પર નિશાન કરો.
કોઈ પ્રક્રિયા થતી નથી.
ક્લોરિન વાયુ અને આયર્ન હાઇડ્રૉક્સાઇડ બને છે.
હાઇડ્રોજન વાયુ અને આયર્ન ક્લોરાઇડ બને છે.
આયર્ન ક્ષાર અને પાણી બને છે.
નીચે દર્શાવેલ રાસાયણિક પ્રક્રિયાઓ માટે સમતોલિત સમીકરણ લખો :
$(i)$ હાઇડ્રોજન $+$ ક્લોરિન $\to $ હાઇડ્રોજન ક્લોરાઇડ
$(ii)$ બેરિયમ ક્લોરાઇડ $+$ ઍલ્યુમિનિયમ સલ્ફેટ $\to $ બેરિયમ સલ્ફેટ $+$ ઍલ્યુમિનિયમ ક્લોરાઇડ
$(iii)$ સોડિયમ $+$ પાણી $\to $ સોડિયમ હાઇડ્રૉક્સાઇડ $+$ હાઇડ્રોજન
એવી વિઘટન પ્રક્રિયાઓના એક-એક સમીકરણ દર્શાવો કે જેમાં ઊર્જા-ઉષ્મા, પ્રકાશ અથવા વિદ્યુત સ્વરૂપે પૂરી પાડવામાં આવે છે.
$Fe _{2} O _{3}+2 Al \rightarrow Al _{2} O _{3}+2 Fe$
ઉપર દર્શાવેલી પ્રક્રિયા શેનું ઉદાહરણ છે ?
વિઘટન પ્રક્રિયાઓને સંયોગીકરણ પ્રક્રિયાઓની વિરુદ્ધ પ્રક્રિયા શા માટે કહેવાય છે ? આ પ્રક્રિયાઓ માટેનાં સમીકરણો લખો.
મૅગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતાં પહેલાં શા માટે સાફ કરવામાં આવે છે ?