આપેલ તારનો અવરોધ તેમાંથી પસાર થતાં પ્રવાહ અને તેના બે છેડા વચ્ચે લાગુ પાડેલ વિદ્યુત સ્થિતિમાનનાં તફાવત પરથી માપી શકાય છે. જો પ્રવાહ અને વૉલ્ટેજના માપનમાં દરેકની પ્રતિશત ત્રુટિ $3 \%$ હોય, તો અવરોધના માપનમાં કેટલી ત્રુટિ ($\%$) થાય?
$(0.4 \pm 0.01)\,g$ નું દ્રવ્યમાન ધરાવતા એક નળાકાર તારની લંબાઈ $(8 \pm 0.04)\,cm$ અને ત્રિજ્યા $(6 \pm 0.03)\,mm$ છે. તેની ઘનતામાં મહત્તમ ત્રુટિ $........\%$ હશે.
ધનના બાજુના માપનમાં સાપેક્ષ ત્રૂટી $0.027$ છે. તેના કદના માપનમાં સંબંધિત ત્રુટી કેટલી થાય?
વિદ્યુત પરિપથમાં ઉત્પન્ન થતી ઉષ્માનો જથ્થો વિદ્યુત પ્રવાહ $(I)$, અવરોધ $(R)$ અને સમય $(t)$ પર આધાર રાખે છે. જો ઉપરની ભૌતિક રાશિઓના અનુક્રમે $2\%\,, 1\%$ અને $1\%$ ની ત્રુટિઓ મળે, તો ઉત્પન્ન થતી કુલ ઉષ્મામાં મહત્તમ શક્ય ત્રુટિ કેટલા .............. $\%$ હશે ?
સ્ટોપ વોચની લઘુત્તમ માપ શક્તિ $\frac{1}{5}$ સેકન્ડ છે. લોલકના $20$ દોલન માટેનો સમય $25\;s $ નોંધાયો. આ માપનમાં મહત્તમ પ્રતિશત ત્રુટિ ........ $\%$ હશે .