કોપરના બનેલા $l$ મીટર લંબાઇના તારનું તાપમાન $10^oC$ વધારતાં તેની લંબાઇ $2\%$ વધે છે.તો $l$ મીટર ચોરસ કોપરની પ્લેટનું તાપમાન $10^oC$ વધારતાં તેના ક્ષેત્રફળમાં .......  $\%$ વધારો થાય.

  • A

    $4$

  • B

    $8$

  • C

    $16$

  • D

    એકપણ નહિ

Similar Questions

આપેલ રાશિની ગાણિતિક ગણતરીમાં અનિશ્ચિતતા અથવા ત્રુટિ નક્કી કરવાના નિયમો ઉદાહરણ દ્વારા સમજાવો.

સ્ક્રૂ ગેજ (લઘુત્તમ ગણાતરી $0.001 \,cm$ ) ની મદદથી માપવામાં આવેલી પેન્સિલની જાડાઈ $0.802 \,cm$ છે. માપનમાં પ્રતિશત ત્રુટી ....... $\%$ છે.

રાષ્ટ્રીય પ્રયોગશાળામાં આવેલી પ્રમાણભૂત ઘડિયાળ સાથે બે ઘડિયાળોનું પરીક્ષણ કરવામાં આવે છે. પ્રમાણભૂત ઘડિયાળ જ્યારે બપોરના $12:00$ નો સમય દર્શાવે છે ત્યારે આ બે ઘડિયાળના સમય નીચે મુજબ મળે છે : 

  ઘડિયાળ $1$ ઘડિયાળ $2$
સોમવાર $12:00:05$ $10:15:06$
મંગળવાર $12:01:15$ $10:14:59$
બુધવાર  $11:59:08$ $10:15:18$
ગુરુવાર $12:01:50$ $10:15:07$
શુક્રવાર $11:59:15$ $10:14:53$
શનિવાર $12:01:30$  $10:15:24$
રવિવાર $12:01:19$ $10:15:11$

જો તમે કોઈ પ્રયોગ કરી રહ્યાં હોય જેના માટે તમને ચોકસાઈ સાથે સમય અંતરાલ દર્શાવતી ઘડિયાળની આવશ્યકતા છે, તો આ બે પૈકી કઈ ઘડિયાળ લેવાનું મુનાસિબ માનશો ? શા માટે ?

એક ઘનની ઘનતાના માપનમાં દળ અને લંબાઈ અનુક્રમે $(10.00 \pm 0.10)\,\,kg\,$ અને $(0.10 \pm 0.01)\,\,m\,$ છે. તો તેની ઘનતાના માપનમાં કેટલી ત્રુટિ હશે?

  • [JEE MAIN 2019]

સાદા લોલકનાં દોલનોનો આવર્ત કાળ $T=2 \pi \sqrt{L / g}$ છે. $1\,mm$ ની ચોકસાઈ સાથે માપેલ લંબાઈ $L= 20\,cm$ અને $1 \,s$ વિભેદનવાળી કાંડા ઘડિયાળથી $100$ દોલનો માટે માપેલ સમય $90 \,s$ જેટલો મળે છે, તો $g$ નું મૂલ્ય કેટલી ચોકસાઈથી નક્કી થયું હશે ?