- Home
- Standard 11
- Physics
કેલોરીમેટ્રી એટલે શું ? કેલોરીમીટર એટલે શું ? તેનો સિદ્ધાંત અને રચના સમજાવો.
Solution
કૅલોરીમેટ્રી એટલે ઉષ્માનું માપન. ઉષ્માનું માપન કરી શકે એવી રચનાને કેલોરીમીટર કહે છે. તંત્ર અને પરિસર વચ્ચે ઉખાનો વિનિમય થતો ન હોય તો તેવા તંત્રને અલગ કરેલું તંત્ર કહે છે. જયારે અલગ કરેલા તંત્રના જુદા-જુદા ભાગો જુદાં-જુદાં તાપમાને હોય ત્યારે ઊંચા તાપમાનવાળા ભાગમાંથી ઉચાંનું નીચા તાપમાનવાળા ભાગમાં વહન થાય છે. ઊંચા તાપમાને રહેલ ભાગે ગુમાવેલ ઉષ્મા, નીચા તાપમાને રહેલ ભાગે મેળવેલ ઉષ્મા જેટલી હોય છે. જેકૅલોરીમીટરનો સિદ્ધાંત છે. જો અલગ કરેલું તંત્ર હોય તો ઊંચા તાપમાને રહેલી વસ્તુને બીજા નીચા તાપમાને રહેલી વસ્તુના સંપર્કમાં લાવવામાં આવે ત્યારે ગરમ વસ્તુએ ગુમાવેલ ઉષ્મા ઠંડી વસ્તુએ મેળવેલ ઉષ્મા જેટલી હોય છે.
રચના : કૅલોરીમીટર એ તાંબા કે ઍલ્યુમિનિયમનું બનેલું પાત્ર હોય છે અને તેમાં તે જ ધાતુનું ભેળક (સ્ટીર૨) હોય છે.
આ પાત્રને લાકડાના ખોખામાં એક આવરણમાં મૂકવામાં આવે છે જે ઉષ્માના અવાહક પદાર્થો જેવા કે ગ્લાસવુલ, કાચ, ઊન વગેરેનું બનેલું હોય છે. બહારનું લાકડાનું આવરણ ઉષ્માના અવાહક તરીકે વર્તે છે અને અંદરના પાત્રમાં થતો ઉષ્માનો વ્યય ઘટાડે છે. કૅલોરીમીટરના ઉપરના ઢાંકણમાં એક છિદ્ર (કાણું) હોય છે, જેમાંથી કૅલોરીમીટરમાં પારાવાળું થરમૉમિટર દાખલ કરવામાં આવે છે અને તાપમાન માપવામાં આવે છે.