ચક્રીય પ્રક્રિયા એટલે શું ? તેના પર નોંધ લખો.
જે થરમોડાયનેમિક પ્રક્રિયા દરમિયાન તંત્રને તેની એક સંતુલન અવસ્થામાંથી શ્રેણીબદ્ધ પ્રક્રિયાઓ કરાવીને મૂળ અવસ્થામાં પાંછું લાવવામાં આવે છે તેવી પ્રક્રિયાને ચક્રીય પ્રક્રિયા કહે છે.
ચક્રીય પ્રક્રિયામાં તંત્રની પ્રારંભિક અને અંતિમ અવસ્થાઓ એક જ હોવાથી તંત્રની આંતરિક-ઊર્જામાં ફેરફાર થતો નથી તેથી $\Delta U =0$
થરમોડાયનેમિક્સનો પ્રથમ નિયમ
$\Delta Q=\Delta U+\Delta W$ પરથી
$\Delta Q=\Delta W$
એટલે કે જે તંત્ર ઉષ્મા શોષે તો તંત્ર વડે કાર્ય થાય અને તંત્ર ઉષ્મા ગુમાવે તો તંત્ર પર કાર્ય થાય છે.
$2\, mol$ વાયુને સમોષ્મી વિસ્તરણ કરાવતાં આંતરિક ઊર્જા $100\, J$ ધટે છે.તો વાયુ દ્વારા ..... $J$ કાર્ય થશે.
આદર્શ વાયુ સમોષ્મી પ્રક્રિયા અનુભવી ($P_1$, $V_1$, $T_1$) અવસ્થા પરથી ($P_2$, $V_2$, $T_2$) અવસ્થા પર જાય છે, તો પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય .....($\mu$ = મોલ સંખ્યા, $C_P$ અને $C_V$ = મોલર વિશિષ્ટ ઉષ્મા)
જ્યારે ગેસને સીલંન્ડરમાં પીસ્ટન વડે સમતાપી રીતે ભરવામાં આવે ત્યારે ગેસ પર થતું કાર્ય $1.5 × 10^{4} J $ જોવા મળે છે. તો આ પ્રક્રિયા દરમિયાન....
એક એક પરમાણ્વિક વાયુનું દબાણ $P$, કદ $V$ અને તાપમાન $T$ ને સમતાપી રીતે વિસ્તરણ કરવામાં આવે તો તેનું કદ $2V$ અને અંતિમ દબાણ $P_i$ થાય.જો તે જ વાયુને સમોષ્મી રીતે વિસ્તરણ કરવામાં આવે તો તેનું કદ $2V$ અને અંતિમ દબાણ $P_a$ થાય તો ગુણોત્તર $\frac{{{P_a}}}{{{P_i}}}$ કેટલો થાય?
વિધાન સાચું છે કે ખોટું ? :
ચક્રીય પ્રક્રિયા દરમિયાન આંતરિક-ઊર્જાનો ફેરફાર $\Delta U = 0$.
સમોષ્મી પ્રક્રિયામાં તાપમાન અચળ રહે છે.
સમતાપી પ્રક્રિયા દરમિયાન તંત્રની આંતરિક-ઊર્જા ઘટે છે.