જુદા-જુદા પ્રકારના સામાન્ય બળો જણાવો.
બળના મુખ્ય પ્રકારોના ઉદાહરણ આપી સમજાવો.
m દળ અને r ત્રિજ્યા ના સમાન મણકાને મોટી સંખ્યા (n) માં એક પાતળા લીસ્સા સમક્ષિતિજ L(L>>r) લંબાઈ ના સળિયા માં પરોવેલા છે અને તેઓ યાદચ્છિક રીતે સ્થિર સ્થિતિમાં છે.સળિયાને બે જડ આધાર પર મૂકેલો છે (આકૃતિ જુઓ). તેમાથી એક મણકા ને v જેટલી ઝડપ આપવામાં આવે છે, તો લાંબા સમય પછી દરેક આધાર દ્વારા અનુભવાતું સરેરાશ બળ કેટલું થશે? (ધારો કે દરેક અથડામણ સ્થિતિ સ્થાપક છે.)
બળનો આઘાત એટલે શું ? વેગમાનનું સમયની સાપેક્ષે વિકલન ફળ કઈ રાશિ દર્શાવે છે ?
એક પદાર્થ પર ત્રણ બળો →F1, →F2 અને →F3 લાગે છે. આ બધા બળો પદાર્થ પરના એક જ બિંદુ P પર લાગે છે તેથી પદાર્થ અચળ ઝડપથી ગતિ કરતો દેખાય છે.
(a) બતાવો કે બળો સમતલીય છે.
(b) બતાવો કે આ ત્રણ બળોના લીધે પદાર્થ પરના કોઈ પણ બિંદુએ લાગતું ટોર્ક શૂન્ય છે.