- Home
- Standard 11
- Physics
પદાર્થની ગુરુત્વસ્થિતિ ઊર્જા એટલે શું ? શૂન્ય સ્તરની સ્થિતિઊર્જા એટલે શું ?
Solution

જ્યારે બે પદાર્થોને એકબીજાની પાસે રાખવામાં આવે છે ત્યારે તેઓ પરસ્પર ગુરુત્વબળ લગાડે છે. જેના કારણે તેઓ ગુરુત્વસ્થિતિ ઊર્જા ધરાવે છે.
જ્યારે બે પદાર્થો વચ્ચેના અંતરમાં ધટાડો કરવામાં આવે છે ત્યારે ગુરુત્વબળ દ્વારા કાર્ય થાય છે. બે પદાર્થોને એકબીજાથી દૂર લઈ જવામાં આવે છે ત્યારે ગુરુત્વબળની વિરદ્ધમાં કાર્ય થાય છે. આ સંજોગોમાં પદાર્થની ગુરુત્વસ્થિતિ ઊર્જા પણ બદલાય છે.
ગુરુત્વસ્થિતિ ઊર્જાની વ્યાખ્યા :
"અનંત અંતરેથી $m$ દળના પદાર્થને બીજા કોઈ પદાર્થના ગુરુત્વાકર્ષણક્ષેત્રમાં આપેલા બિંદુુે લાવવા માટે કરવા પડતા કાર્યને
જ્યારે કોઈ એક પદાર્થ, બીજા પદાર્થથી અનંત અંતરે હોય છે ત્યારે તે પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણબળ શૂન્ય હોય છે. આ સ્થિતિમાં અનંત અંતરે રહેલા પદાર્થની સ્થિતિઊર્જા શૂન્ય હોય છે જેને શૂન્યસ્તરની સ્થિતિઉર્જા કહે છે.