5.Morphology of Flowering Plants
medium

પર્ણ એટલે શું ? પર્ણના મુખ્ય ભાગો જણાવો.

Option A
Option B
Option C
Option D

Solution

$\Rightarrow$ પર્ણ એ પ્રકાંડ પરથી ઉદ્ભવતી પાર્શ્વય સામાન્ય રીતે સપાટ રચના છે, તે ગાંઠના ભાગે વિકાસ પામે છે. અને તેની કક્ષમાં કલિકા ધરાવે છે, કક્ષકલિકા ત્યારબાદ શાખામાં પરિણમે છે.

$\Rightarrow$ પર્ણો પ્રરોહના અગ્રીય વર્ષનશીલ પ્રદેશમાંથી ઉદ્ભવે છે અને અગ્રાભિવર્ધી (Acropetal) ક્રમમાં ગોઠવાય છે.

$\Rightarrow$ તેઓ પ્રકાશસંશ્લેષણ માટે ખૂબ મહત્ત્વના લાક્ષણિક અંગો છે.

$\Rightarrow$ પર્ણના ભાગો : લાક્ષણિક પર્ણ મુખ્ય ત્રણ ભાગો ધરાવે છે : પર્ણતલ (Leaf Base), પર્ણદંડ (Petiole) અને પર્ણ ફલક (Leaf Lamina).

$\Rightarrow$ ઉપપર્ણો (Stipules) : પર્ણ એ પર્ણતલ દ્વારા પ્રકાંડ સાથે જોડાય છે અને બે પાર્ષીય નાના પર્ણો જેવી રચનાઓ ધરાવે છે. તેમને ઉપપર્ણો (Stipules) કહે છે.

$\Rightarrow$ એકદળીમાં પર્ણતલ આવરણમાં વિસ્તરિત થાય છે જે પ્રકાંડને આંશિક કે પૂર્ણ રીતે આવરે છે.

$\Rightarrow$ પર્ણવૃતતલ (Pulvinas) : કેટલીક શિખી (Legumes) વનસ્પતિઓમાં પર્ણતલ ફૂલીને મોટો બને છે. જેને પર્ણવૃતતલ (Pulvinas) કહે છે.

$\Rightarrow$ પર્ણદંડ (Petiole) : એ પર્ણપત્ર (Leaf blade)ને પ્રકાશ મળી રહે તે રીતે રાખવામાં મદદરૂપ થાય છે.

$\Rightarrow$ લાંબો, પાતળો, નરમ પર્ણદંડ એ પર્ણપત્રોને પવનમાં ફરકી શકે તે રીતે અનુબદ્ધ રાખે છે. જેથી પર્ણ સપાટીને ઠંડક અને તાજી હવા મળી રહે છે.

$\Rightarrow$ પર્ણફલક કે પર્ણપત્ર (Leaf blade) : એ લીલો (Green), શિરાઓ (Veins) અને શિરિકાઓ (Vainlets) સાથેનો પર્ણનો વિસ્તારિત ભાગ છે. પર્ણફલક હંમેશાં મધ્યસ્થ ભાગે મુખ્ય શિરા ધરાવે છે જે મધ્યશિરા (Midrib) તરીકે ઓળખાય છે. શિરાઓ પર્ણપત્રને દેઢતા (Rigidity) બક્ષે છે અને પાણી, દ્રવ્યો અને પોષક પદાર્થોના વહનનો માર્ગ (Channels of transport) બનાવે છે.

$\Rightarrow$ પર્ણના પ્રકાર : આકાર, કિનારી (Margin – ધાર), પર્ણાગ્ર (Apex – ટોચ), સપાટી અને પર્ણફલકનું વિતરિત છેદન (Incision) જુદા જુદા પર્ણોમાં જુદું જુદું હોય છે. તે પ્રમાણે વિવિધ પ્રકાર બને છે. 

Standard 11
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.