- Home
- Standard 11
- Physics
લઘુતમ માપ કોને કહે છે ? લઘુતમ માપ ત્રુટિ એટલે શું ?
Solution
માપન માટેના સાધન વડે માપી શકાતાં નાનામાં નાનાં માપને તે સાધનનું લધુતમ માપ (Least Count) કહે છે. જે તે સાધનથી મપાયેલા માપનો તેના લધુતમ માપ જેટલા જ સચોટ છે.
લધુતમ માપ ત્રુટિ એ સાધનના વિભેદન સાથે સંકળાયેલ ત્રુટિ છે.
ઉદાહરણ તરીકે વર્નિયર કેલિપર્સનું લઘુતમ માપ $0.01 \mathrm{~cm}$ સ્ફેરોમીટર અને માઈક્રોમીટર સ્ક્રૂગેજનું લઘુતમ માપ $0.001 \mathrm{~cm}$ છે.
લઘુતમ માપ ત્રુટિનો સમાવેશ અવ્યવસ્થિત ત્રુટિમાં થાય છે પણ તેનું પ્રમાણ સિમિત હોય છે.
આ ત્રુટિ વ્યવસ્થિત અને અવ્યવસ્થિત ત્રુટિ એમ બંને રીતે ઉદ્ભવે છે.
આપણી મીટરપટ્ટીનું લઘુતમ માપ $0.1 \mathrm{~cm}$ જેટલું હોય છે.
સુધારેલ પ્રયોગ પદ્ઘતિ અને વધુ સચોટતા ધરાવતા સાધનોનો ઉપયોગ કરીને લધુતમ માપ ત્રુટિ ધટાડી શકાય છે.
ઘણીવાર અવલોકનનું પુનરાવર્તન કરીને મળતાં બધાંજ અવલોકનોનું સરેરાશ મૂલ્ય મેળવીઓ તો તે સાચા મૂલ્યની ઘણું નજીક હોય છે.