ત્રુટિઓના ગુણાકાર કે ભાગાકારની અંતિમ પરિણામ પર થતી અસર મેળવો.
ધારો કે બે ભૌતિક રાશિઓ A અને B ના માપનના મૂલ્યો A $\pm \Delta A$ અને B $\pm \Delta B$ છે. જ્યાં $\triangle A$ अને $\Delta B$ એ અનુક્રમે A અને B ની નિરપેક્ષ ત્રુટિ છે.
ગુણાકાર માટે : ધારો કે $A$ અને $B$ નો ગુણાકાર $Z$ છે તથા $Z$ માં નિરપેક્ષ ત્રુટિ $\Delta \mathrm{Z}$ છે.
$\therefore \mathrm{Z}=\mathrm{AB}$
$\therefore \mathrm{Z} \pm \Delta \mathrm{Z}=(\mathrm{A} \pm \Delta \mathrm{A})(\mathrm{B} \pm \Delta \mathrm{B}) $
$\therefore \mathrm{Z} \pm \Delta \mathrm{Z}=\mathrm{AB} \pm \mathrm{A} \Delta \mathrm{B} \pm \mathrm{B} \Delta \mathrm{A} \pm(\Delta \mathrm{A} \Delta \mathrm{B})$
ડાબી બાજુ Z વડે તથા જમણી બાજુને $AB$ વડે ભાગતાં,
$1 \pm \frac{\Delta Z }{ Z }=1 \pm \frac{\Delta A }{ A } \pm \frac{\Delta B }{ B } \pm\left(\frac{\Delta A }{ A }\right)\left(\frac{\Delta B }{ B }\right)$
$\frac{\Delta A }{ A }$ અને $\frac{\Delta B }{ B }$ખૂબ જ નાના હોવાથી તેમનો ગુણાકાર શૂન્યવત બને તેથી તેમને અવગણતાં $\mathrm{Z}$ માં મહત્તમ સાપેક્ષ ત્રુટિ માટે ઋણ નિશાની અવગણતાં,
$\frac{\Delta Z}{Z}=\frac{\Delta A }{ A }+\frac{\Delta B }{ B }$
ભાગાકાર માટે : ધારો કે A અને B નો ભાગાકાર Z છે તથા Z માં નિરપેક્ષ ત્રુટિ $\Delta Z$ છે.
$\therefore \mathrm{Z}=\frac{\mathrm{A}}{\mathrm{B}}$
$\therefore Z \pm \Delta Z =\frac{ A \pm \Delta A }{ B \pm \Delta B }$
$Z\left(1 \pm \frac{\Delta Z}{Z}\right)=\frac{A\left(1 \pm \frac{\Delta A}{A}\right)}{B\left(1 \pm \frac{\Delta B}{B}\right)}$
હવે ડાબી બાજુ $Z$ અને જમણી બાજુ $\frac{\mathrm{A}}{\mathrm{B}}$ વડે ભાગતાં,
$1 \pm \frac{\Delta Z}{Z}=\frac{1 \pm \frac{\Delta A}{A}}{1 \pm \frac{\Delta B}{B}}$
$\therefore 1 \pm \frac{\Delta Z }{ Z }=\left(1 \pm \frac{\Delta A }{ A }\right)\left(1 \pm \frac{\Delta B }{ B }\right)^{-1}$
$\left(1 \pm \frac{\Delta B}{B}\right)^{-1}$ ના દ્વિપદી પ્રમેય અનુસાર વિસ્તરણકના પ્રથમ બે પદો લખતાં,
$T = 2\pi \sqrt {l/g} $ પરથી મેળવેલ $g$ માં આંશિક ત્રુટિ નીચેનામાથી કઈ છે? $T$ અને $l$ માં આપેલ આંશિક ત્રુટિ અનુક્રમે $ \pm x$ અને $ \pm y$ છે.
ભૌતિક રાશિ $A\, = \,\frac{{{P^3}{Q^2}}}{{\sqrt {R}\,S }}$ ના માપન માં રાશિઓ $P, Q, R$ અને $S$ માં રહેલી ટકાવાર ત્રુટિઓ અનુક્રમે $0.5\%,\,1\%,\,3\%$ અને $1 .5\%$ છે. $A$ ના મૂલ્યમાં રહેલી મહત્તમ ટકાવાર ત્રુટિ ........... $\%$ થશે
વિદ્યુત પરિપથમાં ઉત્પન્ન થતી ઉષ્માનો જથ્થો વિદ્યુત પ્રવાહ $(I)$, અવરોધ $(R)$ અને સમય $(t)$ પર આધાર રાખે છે. જો ઉપરની ભૌતિક રાશિઓના અનુક્રમે $2\%\,, 1\%$ અને $1\%$ ની ત્રુટિઓ મળે, તો ઉત્પન્ન થતી કુલ ઉષ્મામાં મહત્તમ શક્ય ત્રુટિ કેટલા .............. $\%$ હશે ?
પાત્રમાં પાણીનું પ્રારંભિક અને અંતિમ તાપમાનનું અવલોકીત મૂલ્ય $ 16 \pm 0.6 C$ અને $ 56 \pm 0.3 C $ છે. પાણીના તાપમાનનો વધારો શું હશે ?
એક સ્ટોપ વોચ ની લઘુત્તમ માપ શક્તિ $0.2\, second$ છે. કોઈ લોલક ના $20\, oscillations$ માટે તે $25\, second$ દર્શાવે છે.તો સમય ના માપન માં રહેલી ટકાવાર ત્રુટિ ........ $\%$ થાય.