- Home
- Standard 11
- Biology
વર્ઘનશીલ પેશી $( \mathrm{Meristematic\,\, Tissues} )$ એટલે શું ? તેના વિવિધ પ્રકાર સમજાવો.
Solution

વનસ્પતિઓમાં વૃદ્ધિ મોટે ભાગે ક્રિયાશીલ (સક્રિય) કોષવિભાજનના ચોક્કસ વિસ્તારો પૂરતી મર્યાદિત હોય છે. સક્રિય રીતે વિભાજન પામતા કોષોના સમૂહને વર્ધનશીલ પેશી કહે છે.
વનસ્પતિઓ વિવિધ પ્રકારની વર્ધનશીલ પેશીઓ ધરાવે છે. જે નીચે મુજબ છે :
$(A)$ અગ્રીય વર્ધનશીલ પેશી : મૂળ તથા પ્રરોહના અગ્રસ્થ ભાગમાં રહેલી અને પ્રાથમિક પેશીઓનું નિર્માણ કરતી વધુનશીલ પેશીઓને અગ્રીય વર્ધનશીલ પેશી (Apical meristems) કહે છે.
મૂળની અગ્રીય વર્ધનશીલ પેશીઓ મૂળની ટોચના ભાગે જયારે પ્રરોહની અગ્રીય વર્ધનશીલપેશી પ્રકાંડ અક્ષના મોટા ભાગના પ્રદેશમાં અમુક અંતરે રહેલી હોય છે.
પર્ણોના નિર્માણ અને પ્રકાંડના વિસ્તરણ દરમિયાન, પ્રરોહની અગ્રીય વર્ધનશીલપેશીના કેટલાંક કોષો નીચે ગોઠવાઈ કલકલિકાનું નિર્માણ કરે છે. આવી કલિકાઓ પણની કક્ષમાં પણ હાજર હોય છે અને શાખા કે પુષ્પ ધારણ કરવાની ક્ષમતા ધરાવે છે.
$(B)$ આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી (Intercalary Meristem) : પરિપક્વ પેશીઓની વચ્ચે આવેલી વર્ધનશીલ પેશીઓને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી Intercalary Meristem) કહે છે. આ પેશીઓ ઘાસમાં અને તૃણાહારી પ્રાણીઓ દ્વારા ખવાઈને દૂર થયેલા વનસ્પતિના ભાગોની જગ્યાએ પુનઃ નિર્માણ પામતા ભાગોમાં રહેલી છે.
અગ્રીય વર્ધનશીલપેશી અને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી વનસ્પતિ જીવની શરૂઆતમાં દેખાય છે અને પ્રાથમિક વનસ્પતિ દેહના નિર્માણમાં ભાગ લે છે તેથી તેમને પ્રાથમિક વર્ષનશીલ પેશી કહે છે.
$(C)$ પાર્ષીય વર્ધનશીલ પેશી (Lateral Meristem) : ઘણી વનસ્પતિઓના મૂળ અને પ્રકાંડના પરિપક્વ ભાગોમાં આવેલી જે ચોક્કસ રીતે કાષ્ટીય અક્ષ (Woody Axis) ઉત્પન્ન કરે છે અને પ્રાથમિક વર્ષનશીલ પેશીના નિર્માણ પછી દેખાય છે તેને દ્વિતીય અથવા પાર્ષીય વર્ધનશીલ પેશી (Secondary or Lateral Meristem) કહે છે.
તે નળાકાર વર્ષનશીલ પેશી છે. ઉદા., પુલીય (Fascicular) વાહિએધા, આંતરપુલીય (Interfascicular) એધા અને ત્વક્ષેધા (Cork-cambium). તેઓ દ્વિતીયક પેશીઓના નિર્માણ માટે જવાબદાર છે.