- Home
- Standard 12
- Physics
5.Magnetism and Matter
hard
ગજિયા ચુંબકનું ઘુવમાન એટલે શું ? ધ્રુવમાનના સંદર્ભમાં ચુંબકીય ડાઇપોલ મોમેન્ટ દર્શાવો.
Option A
Option B
Option C
Option D
Solution
ચુંબકના ધ્રુવની પ્રબળતાને તેનું ધ્રુવમાન કહે છે.
ચુંબકની એકમ લંબાઈ દીઠ મળતી ડાઇપોલ મોમેન્ટ એટલે તે ચુંબકનું ધ્રુવમાન.
જેવી રીતે સ્થિતવિધુતના સમીકરણોમાં વિધુતભાર $q$ છે તેવી જ રીતે ચુંબકત્વમાં ધ્રુવમાન મળે છે.
ધ્રુવમાનને $q_m$, અથવા $P$ $(Pole\,Strength)$ વડે પણ દર્શાવાય છે.
ધ્રુવમાનનો આધાર ચુંબકના દ્રવ્યના પ્રકાર, તેની મૅગ્નેટાઇઝેશન સ્થિતિ અને ચુંબકના આડછેદના ક્ષેત્રફળ $(A)$ પર આધાર રાખે છે.
તે અદિશ રાશિ છે.
ધ્રુવમાનનો એકમ ઍમ્પિયર મીટર $(Am)$ છે.
ગજિયા ચુંબકની લંબાઈ $(2l)$ અને તેનું ધ્રુવમાન હોય, તો ચુંબકની ડાઇપોલ મોમેન્ટ,$\overrightarrow m=q_m\overrightarrow{(2l)}$
$\overrightarrow m$ ની દિશા $S$ થી $N$ તરફ હોય છે.
આ સમીકરણ પરથી $m$ નો એકમ $Am^{2}$ મળે છે.
Standard 12
Physics
Similar Questions
medium