ચુંબકત્વ માટે ગોસનો નિયમ સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બંધ પૃ્ષ્ઠ $S$ ધ્યાનમાં લો. આ પૃષ્ઠને $\overrightarrow{ B }$ તીવ્રતાવાળા ચુંબકીય ક્ષેત્રમાં રાખેલ છે. આ પૃષ્ઠ સાથે સંકળાયેલું ચુંબકીય ફલક્સ શોધવું છે.

પૃષ્ઠ $S$ ને અનેક નાના ખંડમાં વિભાગેલું કલ્પો. આવો એક ખંડ $\overrightarrow{\Delta S }$ છે અને તેની સાથે સંકળાયેલું ચુંબકીય ક્ષેત્ર $\overrightarrow{ B }$ છે. ખંડનું ચુંબકીય ફલક્સ $\Delta \phi_{ B }=\overrightarrow{ B } \cdot \overrightarrow{\Delta S }$ વડે વ્યાખ્યાયિત થાય છે.

કુલ ફલક્સ, $\phi_{ B }=\sum_{\text {all }} \Delta \phi_{ B }=\sum_{\text {all }} \overrightarrow{ B } \cdot \Delta \overrightarrow{ S }=0$

બંધ પૃષ્ઠમાં જેટલી ચુંબકિય ક્ષેત્રરેખાઓ દાખલ થાય છે તેટલી જ ચુંબકીય ક્ષેત્રરેખાઓ બહાર નીકળે છે. તેથી, પૃષ્ઠ માટે સંકળાયેલું ચોખ્ખું ચુંબકીય ફલક્સ શૂન્ય છે.

સમીકરણ $(1)$ માં $all$ શબ્દનો અર્થ 'બધાજ ક્ષેત્રફળ ખંડ $\Delta S$ ' છે.

ચુંબકત્વ માટે ગોસનો નિયમ શબ્દોમાં નીચે પ્રમાણે છે :

"કોઈ પણ બંધ પૃષ્ઠમાંથી પસાર થતું પરિણામી ચુંબકીય ફલક્સ શૂન્ય હોય છે."

901-s69

Similar Questions

સોલેનોઈડમાથી પ્રવાહ પસાર કરતાં તે શેના તરીકે વર્તે છે ?

$5.25 \times 10^{-2} \;J\, T ^{-1}$ મેગ્નેટીક મોમેન્ટ ધરાવતા નાના ગજિયા ચુંબકને તેની અક્ષ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ રહે તે રીતે રાખવામાં આવ્યો છે. ચુંબકના કેન્દ્રથી

$(a)$ તેના લંબ દ્વિભાજક પર, અને

$(b)$ તેની અક્ષ પર, કેટલા અંતરે પરિણામી ક્ષેત્ર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે $45^{\circ}$ કોણ બનાવતું હશે ? આ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર $0.42 \;G$ છે. અહીં ગણતરીમાં આવતા અંતરોની સરખામણીમાં ચુંબકની લંબાઈ અવગણો.

$d$ લંબાઈ ધરાવતી નાની ચુંબકીય ડાઈપોલના મધ્યબિંદુ એકબીજાથી $x, (x > > d)$ અંતરે છે. જો તેમની વચ્ચે લાગતું બળ $x^{-n}$ ના સમપ્રમાણમાં હોય તો $n$ કેટલો હશે?

  • [JEE MAIN 2014]

ચુંબકત્વ કોને કહે છે અને ચુંબક કોને કહે છે?

$5.0 \,cm$ લંબાઈના ગજિયા ચુંબકના મધ્યબિંદુથી $50 \,cm$ અંતરે વિષુવરેખીય અને અક્ષીય ક્ષેત્રોનું મૂલ્ય કેટલું હશે ? ઉદાહરણની જેમજ, ગજિયા ચુંબકની ચુંબકીય ચાકમાત્રા (મોમેન્ટ) $0.40\; A m ^{2}$ છે.