- Home
- Standard 12
- Biology
પરાગનયન એટલે શું ? તેના પ્રકારો વર્ણવો.
Solution

સપુષ્પી વનસ્પતિઓમાં નર અને માદા જન્યુઓ ક્રમશઃ પરાગરજ અને ભૂણપુટમાં સર્જાય છે.
અહીં બંને પ્રકારના જન્યુઓ અચલિત છે, તેથી ફલન માટે તેમને સાથે લાવવા જરૂરી છે.
પરાગાશયમાંથી મુક્ત થતી પરાગરજને સ્ત્રીકેસરના પરાગાસન પર સ્થળાંતર કરવાની ક્રિયાને પરાગનયન કહે છે.
પરાગનયન માટે સપુષ્પી વનસ્પતિઓમાં અભુત અનુકૂલનો કેળવાયેલાં હોય છે.
પરાગનયનના પ્રકારો (Kinds of Pollination) $:$ પરાગરજના સ્રોતના આધારે પરાગનયનને ત્રણ પ્રકારોમાં વહેંચી શકાય : $(a)$ સ્વફલન $(b)$ ગેઇટોનોગેમી $(c)$ પરવશ.
$(a)$ સ્વફલન (Autogamy) $:$ આ પ્રકારમાં તે જ પુષ્યમાં પરાગનયન થાય છે. પરાગાશયમાંથી પરાગરજનું એ જ પુષ્યના પુષ્પાસન પર સ્થળાંતર થાય છે. સામાન્યતઃ પુષ્પના ખીલવા સાથે પરાગાશય અને પરાગાસન ખુલ્લા થવાથી સ્વફલન થાય તેવું ભાગ્યે જ જોવા મળે છે. આવા પુષ્પોમાં સ્વફલન માટે પરાગરજની મુક્તિ અને પરાગાસનની ગ્રાહ્યતામાં તાલમેલ સાધવો જરૂરી છે અને પરાગાશય તેમજ પાંગાસન પણ એકબીજાની નિકટતમ હોવા જોઈએ. જેથી સ્વપરાગનયન થઈ શકે. કુદરતી રીતે સ્વફલન ટ્રિલિંગી પુષ્પોમાં જ શક્ય બને છે.
સ્વફલનવાળાં પુષ્પોમાં પુખના પરાગાસન પરાગાશય એક જ સમયે પરિપક્વ થવાથી સ્વપરાગનયન શક્ય બને છે.
ઉદાહરણ : એપીએસી, લેમીએસી અને કેકટસી કુળના ઘણા સભ્યોમાં સ્વપરાગનયન થાય છે. પરાગવાહિનીનું હલનચલન થવાથી પરાગાસન એ પરાગાશયની નજીક આવે છે.
હવાઈ પુષ્પો અને સંવૃત્ત પુષ્પો : કેટલીક વનસ્પતિઓ જેવી કે વાયોલા (common pansy) અબુટી (oxalis) અને કોમેલિનામાં બે પ્રકારનાં પુષ્પો ઉત્પન્ન થાય છે.
$(1)$ હવાઈ પુષ્પો (Chasmogamous) : આ પુષ્પો અન્ય જાતિઓમાં જોવા મળતાં પુષ્પો જેવાં જ હોય છે, તેમનાં પરાગાશય અને પુષ્પાસન ખુલ્લાં હોય છે. ઉદાહરણ : કોમેલીના