10-1.Thermometry, Thermal Expansion and Calorimetry
easy

વિશિષ્ટ ઉષ્માધારિતા એટલે શું ? તેનું સૂત્ર અને એકમ લખો અને તે શેના પર આધાર રાખે છે ? 

Option A
Option B
Option C
Option D

Solution

 એકમ દળ ધરાવતા દરેક પદાર્થના તાપમાનમાં એક એકમનો ફેરફાર કરવા માટે શોષાતા કે ઉત્સર્જાતા ઉષ્માના જથ્થાને તે પદાર્થની વિશિષ ઉષ્માધારિતા કે ટૂંકમાં વિશિષ્ટ ઉષ્મા કહે છે.

જો $m$ દળ ધરાવતા પદાર્થના તાપમાનમાં $\Delta T$ જેટલો ફેરફર કરવા માટે શોષાતો કે ઉત્સર્જતો ઉષ્માનો જથ્થો $\Delta Q$ હોય, તો તે પદાર્થની વિશિષ્ટ ઉષ્માધારિતા,

$s=\frac{ S }{m}$

$S =\frac{\Delta Q }{m \Delta T }$

$\therefore \Delta Q =m s \Delta T$

વિશિષ ઉષ્માધારિતા એ પદાર્થનો એક એવો ગુણધર્મ છે કે જ્યારે આપેલ જથ્થાની ઉષ્માનું શોષણ (અથવા ઉત્સર્જન) થાય ત્યારે પદાર્થના (અવસ્થા બદલાતી ન હોય) તાપમાનમાં થતો ફેરફાર નક્કી કરે છે.

વિશિષ્ટ ઉષ્માધારિતાનું મૂલ્ય પદાર્થની જાત અને તાપમાન પર આધાર રાખે છે. ઉષ્માધારિતાનું મૂલ્ય તે ક્યા તાપમાને માપી છે તેના પર આધારિત છે.

વિશિષ ઉષ્માધારિતાનો $SI$ એકમ $J kg ^{-1} K ^{-1}$ અથવા $cal$ $kg ^{-1} K ^{-1}$ ) છે અને $CGS$ પદ્ધતિમાં એકમ $calg^{-1} K ^{-1}$ છે અને પારિમાણિક સૂત્ર $\left( M ^{0} L ^{2} T ^{-2} K ^{-1}\right)$ છે.

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.