રસીકરણનો મૂળ સિદ્ધાંત કયો છે ? રસી કઈ રીતે સૂક્ષ્મજીવોના ચેપને અટકાવે છે ? હિપેટાઇટીસ $-B$ ની રસી કયા સજીવમાંથી બનાવવામાં આવી છે ?
રસીકરણ કે પ્રતિકારકતાનો સિદ્ધાંત પ્રતિકાર તંત્રની સ્મૃતિના ગુણ પર આધારિત છે. રસીકરણમાં રોગપ્રતિકારક પ્રોટીન (રોગકારકનું ઍન્ટીજેનિક પ્રોટીન) કે નિષ્ક્રિય/નબળા રોગકારક (રસી) તૈયાર કરી શરીરમાં દાખલ કરાય છે. આ એન્ટીજન વિરુદ્ધ શરીરમાં ઉત્પન્ન થતા એન્ટીબોડી વાસ્તવિક ચેપ દરમિયાન રોગકારકોની અસર નાબૂદ કરે છે. આ રસી પણ સ્મૃતિ આધારિત $B$ અને $T-$ કોષો સર્જે છે. જે રોગકારકોને ઝડપથી ઓળખી, વિપુલ માત્રામાં એન્ટીબોડીનું સર્જન કરી હુમલાખોર ઍન્ટીજનને હરાવી દે છે.
હિપેટાઇટીસ $-\,B$ ની રસી યીસ્ટમાંથી બનાવવામાં આવે છે.
પ્રાથમિક અને દ્વિતીય લસિકા અંગોનાં નામ આપો.
નવજાત શિશુ ઘણા રોગો સામે નિષ્ક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા દર્શાવે છે. કારણ કે.........
કોઈ એક જ પ્રકારનો રોગકારક (એન્ટીજન) જો શરીરમાં બીજી વખત દાખલ થાય તો શરીર દ્વારા તેની સામે અપાતા પ્રતિચારમાં ક્યાં પ્રકારનાં એન્ટીબોટીનું નિર્માણ થશે.
લાંબા સમયની યાદશકિતની પ્રતિકારકતા રોગકારક વિરુધ્ધ કોના દ્વારા આપવામાં આવે છે?
ઉચ્ચ કક્ષાનાં પ્રાણીઓમાં, પ્રતિરક્ષા તંત્ર સ્વજાત અને પરજાત કોષો વચ્ચેના તફાવતને ઓળખે છે. જનીનિક અનિયમિતતાને કારણે પ્રતિરક્ષા તંત્રનો આ ગુણધર્મ ગુમાવે છે અને સ્વજાત કોષો ઉપર હુમલો કરે છે કે જેને પરિણામે .