- Home
- Standard 10
- Science
આપણા શરીરમાં ગ્રાહીનું કાર્ય શું છે ? એવી સ્થિતિ પર વિચાર કરો, જ્યાં ગ્રાહી યોગ્ય પ્રકારથી કાર્ય કરી રહ્યા નથી. કઈ સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે ?
Solution
પર્યાવરણમાંથી મળતી બધી જ સૂચનાઓની ઓળખ કેટલાક ચેતાકોષોના વિશિષ્ટિકરણ પામેલા ટોચના તંતુઓ કે જે ગ્રાહી એકમો છે તેના દ્વારા થાય છે.
શરીરમાં આવેલી જ્ઞાનેન્દ્રિયો, આંતરિક કર્ણ, નાક અને જીભ અનુક્રમે સાંભળવાનું, ગંધને લગતી સંવેદનાની ઓળખ અને સ્વાદની ઓળખ રસ સંવેદીગ્રાહી એકમ કરે છે.
ગ્રાહી અંગ-શિખાતંતુમાં આવેલી સૂચના મળતા જ રાસાયણિક ક્રિયા દ્વારા વિદ્યુત આવેગ ઉત્પન્ન થાય છે. આ આવેગનું શિખાતંતુમાંથી ચેતાકોષકાય અને ચેતાક્ષ સુધી વહન થાય છે.
ચેતાક્ષના છેડેથી વિદ્યુત આવેગ કેટલાક રસાયણોમુક્ત કરે છે.
આવા રસાયણ ચેતોપાગમ પસાર કરીને તેના પછીના ચેતાકોષના શિખાતંતુમાં વિદ્યુત આવેગનો પ્રારંભ થઈ વિવિધ અંગો સુધી પહોંચે છે.
જો ગ્રાહીઅંગો યોગ્ય રીતે કાર્ય ન કરે તો પર્યાવરણીય સૂચનાઓનું અર્થઘટન ન થવાથી અંગો દ્વારા પ્રતિક્રિયા મળતી નથી.