ઉષ્મીય પ્રસરણ એટલે શું ? તેના માત્ર પ્રકારો લખો.
મોટાભાગના પદાર્થનું તાપમાન વધારતાં તેના પરિમાણમાં વધારો થાય છે અને તાપમાન ઘટાડતાં તેના પરિમાણમાં ઘટાડો થાય છે. પદાર્થ દ્વારા ઉષ્માનું શોષણ કરીને તેના પરિમાણમાં થતાં વધારાને ઉષ્મીય પ્રસરણ અને ઉષ્મા મુક્ત કરીને પદાર્થના પરિમાણમાં થતા ઘટાડાને ઉષ્મીય સંકોચન કહે છે. ઉષ્મીય પ્રસરણના ત્રણ પ્રકારો છે :
(a) રેખીય પ્રસરણ (Linear expansion) : લંબાઈમાં થતાં વધારાને રેખીય પ્રસરણ કહે છે.
(b) પૃષ્ઠ-પ્રસરણ (Area expansion) : ક્ષેત્રફળમાં થતાં વધારાને પૃઇ-પ્રસરણ કહે છે,
(c) કંદ-પ્રસરણ (Volume expansion) : કદમાં થતાં વધારાને કંદ-પ્રસરણ કહે છે, દરેકને નીચે આકૃતિમાં બતાવ્યાં છે.
આદર્શવાયુ માટે $0\,^oC$ તાપમાને કદ પ્રસરણાંકનું મૂલ્ય લખો.
રેખીય પ્રસરણ સમજાવો અને રેખીય-પ્રસરણાંકની વ્યાખ્યા અને એકમ લખો.
ગ્લાસના પાત્ર અને પાત્રમાં ભરેલા પ્રવાહી ના કદ પ્રસરણાંકનો ગુણોત્તર $1 : 4$ છે.પાત્રમાં કદના કેટલા ભાગમાં પ્રવાહી ભરવું જોઈએ કે જેથી પાત્રમાં ખાલી રહેલા ભાગનું કદ બધા તાપમાને સમાન રહે?
બીકરમાં પાણી $4\,^oC$ તાપમાને ભરેલ છે.એક સમયે તેનું તાપમાન $4\,^oC$ થી થોડુક વધારવામાં આવે અને બીજા સમયમાં તેનું તાપમાન $4\,^oC$ થી થોડુક ઘટાડવામાં આવે છે તો ....
જ્યારે નિયમિત સળિયાનું તાપમાન $\Delta T$ જેટલું વધે ત્યારે તેના લંબદ્વિભાજકમાંથી પસાર થતી અક્ષને અનુરૂપ તેની જડત્વની ચાકમાત્રા $I$ શોધો.