$0\,^oC$ તાપમાને પાતળા સળિયાની લંબાઈ $L_0$ અને રેખીય પ્રસરણાંક $\alpha $ છે. આ સળિયાના બે છેડાઓના તાપમાન $\theta _1$ અને $\theta _2$ છે. તો આ સળિયાની નવી લંબાઈ શોધો. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

સળિયામાં તેના એક છેડેથી બીજ છેડે જતાં રેખીય રીતે તાપમાન બદલાય છે અને તેના મધ્યબિદ્દુએ તાપમાન $\theta$ છે. સ્થાયી ઉષ્મા અવસ્થામાં ઉષ્માપ્રવાહ $\frac{d Q}{d t}=$ અચળ

$\therefore KA \frac{\theta_{1}-\theta}{\left( L _{0 / 2}\right)}=\frac{ KA \left(\theta-\theta_{2}\right)}{\left( L _{0 / 2}\right)}$

જ્યાં $K$ ઉષ્માવાહકતા છે.

$\therefore \theta_{1}-\theta=\theta-\theta_{2}$

$\therefore \theta_{1}+\theta_{2}=2 \theta$

$\therefore \theta=\frac{\theta_{1}+\theta_{2}}{2}$મધ્યબિંદુ તાપમાન

હવે તાપમાનના વધારા સાથે તેની લંબાઈમાં વધારો થાય

$\therefore L = L _{0}(1+\alpha \theta)$

$\therefore L = L _{0}\left[1 \times \alpha\left(\frac{\theta_{1}+\theta_{2}}{2}\right)\right]$જે નવી લંબાઈ છે.

892-s193

Similar Questions

જ્યારે નિયમિત સળિયાનું તાપમાન $\Delta T$ જેટલું વધે ત્યારે તેના લંબદ્વિભાજકમાંથી પસાર થતી અક્ષને અનુરૂપ તેની જડત્વની ચાકમાત્રા $I$ શોધો. 

બ્રાસ અને સ્ટીલના તારના રેખીય પ્રસરણાંક ${\alpha _1}$ અને ${\alpha _2}$ છે,તેમની $0°C$ તાપમાને લંબાઇ ${l_1}$ અને ${l_2}$ છે.જો કોઇપણ તાપમાને $({l_2} - {l_1})$ અચળ રહેતું હોય,તો

જ્યારે પાણીને $0\,^oC$ થી $10\,^oC$ સુધી ગરમ કરવામાં આવે, તો તેનાં કદમાં કેવો ફેરફાર થશે ?

ધાતુના એક પતરામાં છિદ્ર કરવામાં આવે છે. $27^{\circ}\,C$ તાપમાને આ છિદ્રનો વ્યાસ $5\,cm$ છે. જ્યારે આ પતરાને $177^{\circ}\,C$ તાપમાને ગરમ કરવામાં આવે ત્યારે તે છિદ્રનો વ્યાસ $d \times 10^{-3} \;cm$ બને છે. જો ધાતુનો રેખીય પ્રસરણાંક $1.6 \times 10^{-5}$ પ્રતિ ${ }^{\circ}\,C$. હોય તો $d$ નું મૂલ્ય $.............$ થાય.

  • [JEE MAIN 2023]

લોખંડ અને કોપરના સળિયાની લંબાઇ વચ્ચેનો તફાવત દરેક તાપમાને $10\ cm$ છે. જો ${\alpha _{Fe}} = 11 \times {10^{ - 6}}\, ^\circ \,{C^{ - 1}}$અને ${\alpha _{cu}} = 17 \times {10^{ - 6}}\,^\circ {C^{ - 1}}$ હોય તો તેની લંબાઇ અનુક્રમે કેટલી હશે?