- Home
- Standard 11
- Physics
4-1.Newton's Laws of Motion
medium
પૃથ્વી પર કોઈ પદાર્થ સ્થિર હોય કે નિયમિત સુરેખગતિમાં હોય, તો તેના પર કોઈ બળો લાગતા નથી તેમ શાથી કહી ન શકાય ?
Option A
Option B
Option C
Option D
Solution

ગતિમાં રહેલા પદાર્થો ધર્ષણ બળ, શ્યાનતા બળ વગેરે અનુભવે છે.
તેથી પૃથ્વી પર પદાર્થ સ્થિર હોય કે નિયમિત સુરેખ ગતિમાં હોય, તો તે એટલા માટે નહી કે તેના પર કોઈ બળો લાગતાં નથી પછા એટલા માટે કે તેની પર લાગતાં જુદાં-જુદાં બાહ્ય બળોની અસર નાબૂદ થાય છે એટલે કે પરિણામી બાહ્ય બળ શૂન્ય થાય છે.
આ ઉપરાંત સમક્ષિતિજ સપાટી પર સ્થિર પડેલા પુસ્તક પર બે બાહ્ય બળો લાગે છે.
$(1)$ પદાર્થનું વજન અધોદિશામાં
$(2)$ લંબબળ ($R$ અથવા $N$) ઊર્ધ્વદિશામાં
અહીં, પુસ્તક સ્થિર છે તેથી $W = R$ હોવાથી બળોની અસર નાબૂદ થાય છે તેથી પુસ્તક સ્થિર છે. આ તર્ક સાચો નથી પણ સાચું વિધાન આ મુજબ છે.
"પુસ્તક સ્થિર હોવાનું જણાતાં પહેલા નિયમ મુજબ, તેના પરનું ચોખ્યું બાહ્ય બળ શૂન્ય હોવું જ જોઈએ." જે દર્શાવે છે કે લંબબળ અને વજનબળ સમાન અને પરસ્પર વિદ્યુત દિશામાં હોવાં જોઈએ.
Standard 11
Physics
Similar Questions
easy