ગતિ વિશે એરિસ્ટોટલનો ખ્યાલ શું હતો ? તે કઈ રીતે ખોટો હતો ? એના ખ્યાલમાં શું ભૂલ હતી ?
ગ્રીક તત્વચિતંક એરિસ્ટોટલે વ્યવહારમાં થતાં અનુભવને આધારે એવો ખ્યાલ બાંધ્યો કે પદાર્થની નિયમિત ગતિ યથાવત્ ચાલુ રાખવા માટે કઈક બાહ્ય બળ જરૂરી છે. જેને એરિસ્ટોટલનો નિયમ કે છે. તેના મત મુજબ ધનુષ્યમાંથી છોડેલું તીર ઉડ્યા કરે છે કારણ કે તીરની પાછળની હવા તેને આગળ ધકેલે છે.
આ મત, વિશ્વમાં પદાર્થોની ગતિ અંગે, એરિસ્ટોટલની વિચાર પદ્ધતિનો એક ભાગ હતો જે ખોટો હોવાનું જણાંયું છે.
વિશ્વમાં ધન પદાર્થો માટે ધર્ષણ અને તરલ પદાથો માટે શ્યાનતા જેવાં ગતિનો વિરોધ કરનારા બળો હંમેશાં હાજર હોય છે તેથી પદાર્થોની નિયમિત ગતિ યાલુ રાખવા માટે અવરોધ બળોનો સામનો કરવા બાહ્ય પરિબળો વે બળ લગાડવાની જરૂર પડે છે.
આ પરથી એરિસ્ટેટલની ભૂલ એ હતી કે વ્યવહારિક અનુભવને કુદરતના મૂળભૂત નિયમ તરીકે ગ્રહી લીધો.
બ્લોક $A$ અને બ્લોક $B$ ના દળ અનુક્રમે $2m$ અને $m$ છે. તેને દોરી વડે બાંધીને સ્પ્રિંગ પર લગાવવામાં આવે છે. સ્પ્રિંગનું દળ અવગણો. જ્યારે $B$ બ્લોકની દોરી કાપવામાં આવે તે સમયે $2m$ અને $m$ દળ અનુક્રમે કેટલાના પ્રવેગથી ગતિ કરશે?
એક સ્થિર પદાર્થ પર ઘણાં બધા બાહ્યબળો લાગે છે, તો તે પદાર્થ સ્થિર રહી શકે ?
$M$ દળ અને $L$ લંબાઈની એકરૂપ દોરીને તેનાં ઉપરનાં સંતિમ છેડાને દઢ આધાર સાથે શિરોલંબ રીતે જોડેલ છે. તો પછી દઢ આધારથી $l$ અંતર પર દોરીમાં ઉદભવતો તણાવ શોધો.
$1 \mathrm{~kg}$ દળને છત પરથી $4m$ લંબાઈના દોરડાથી લટકાવવામાં આવેલ છે. આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર દોરડાના મધ્યબિંદુ આગળ સમક્ષિતિજ બળ $'F$ લગાડતા દોરડું શિરોલંબ અક્ષને સાપેક્ષ $45^{\circ}$ નો કોણ બનાવે છે. $F$નું મૂલ્ય ......... હશે. (એવું ધારોકે દળ સમતોલન સ્થિતિમાં છે અને $g=10 \mathrm{~m} / \mathrm{s}^2$ છે.)
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક ડાયનામોમીટર $D$ ને $6 \,kg$ અને $4 \,kg$ ઘળનાં બે બ્લોક્સ સાથે જોડેલ છે. ડાયનામોમીટરનું વાંચન .......... $N$ છે.