જો કણ પર એક કરતાં વધુ બળો લાગતાં હોય, તો તેવા સંજોગોમાં કણના સંતુલન માટેની શરત લખો.
આપેલ તંત્ર માટે ખૂણો ${\theta _1}$ ....... $^o$ થશે.
સંપર્કબળ અને ક્ષેત્રબળ પૈકી કયું બળ સંરક્ષી અને કયું બળ અસંરક્ષી છે ?
યંત્રશાસ્ત્રમાં વિશિષ્ટ કોયડાને ઉકેલવા કયા સોપાનો મુજબ ઉકેલ મેળવવો જોઈએ ?
એક ટેબલ પર એક-એક રૂપિયાના દસ સિક્કાઓ ઉપરાઉપરી મૂકેલ છે. દરેક સિક્કાનું દળ m છે. નીચેના કિસ્સાઓમાં બળનાં માન અને દિશા જણાવો :
$(a)$ નીચેથી ગણતાં $7$ મા સિક્કા પર તેનાથી ઉપરના બધા સિક્કાઓ વડે લાગતું બળ
$(b)$ આઠમા સિક્કા વડે $7$ મા સિક્કા પર લાગતું બળ
$(c)$ છઠ્ઠા સિક્કાનું $7$ મા સિક્કા પરનું પ્રતિક્રિયાબળ