બંધ વક્ર સપાટી કે ક્ષેત્રફળ સાથે સંકળાયેલ વિધુત ફલક્સ ધન, ઋણ અથવા શૂન્ય ક્યારે થાય ? તે સમજાવો ?
જો વિદ્યુતક્ષેત્ર $\overrightarrow{ E }$ માં ક્ષેત્રફળ $\overrightarrow{ S }$ સાથે સંકળાયેલ વિદ્યુત ફલક્સ $\phi$ હોય તો,
$\phi =\overrightarrow{ E } \cdot \overrightarrow{ S }$
$\therefore \phi = ES \cos \theta \quad \ldots \text { (1) }$
જ્યાં $\theta$ એ $\overrightarrow{ E }$ અને $\overrightarrow{ S }$ વચ્ચેનો ખૂણો છે.
$(i)$ જો $\overrightarrow{ S } \perp \overrightarrow{ E }$ હોય એટલે કે ક્ષેત્રફળનું સમતલ વિદ્યુતક્ષેત્રને સમાંતર હોય તો, $\theta=90^{\circ}$
$\therefore$ સમીકરણ (1) પરથી,
$\phi=\operatorname{EScos} 0^{\circ}=0$
$\therefore$ ક્ષેત્રફળ સાથે સંકળાયેલ ફલક્સ શૂન્ય હોય.
$(ii)$ જો $\theta<90^{\circ}$ હોય તો $\cos \theta>0$ (ઘન) તેથી વિદ્યુત ફલક્સ $\phi$ ધન મળે.
$(iii)$ જો $\theta>90^{\circ}$ હોય તો $\cos \theta<0$ (ઋણ) તેથી વિદ્યુત ફલક્સ $\phi$ ઋણ મળે.
આ ત્રણેયની આકૃતિ અનુક્રમે $(a),(b)$અને $(c)$માં દર્શાવેલ છે.
બે સમાંતર સુવાહક પૃષ્ઠોની એકબાજુનું ક્ષેત્રફળ $A$ છે. જો કોઈ એક પૃષ્ઠને વિદ્યુતભાર $Q$ આપવામાં આવે અને બીજીને તટસ્થ રાખવામાં આવે, તો બંને પૃષ્ઠોની વચ્ચે કોઈ બિંદુ પાસે વિદ્યુતક્ષેત્ર કેટલું છે ?
સાદા વિધુતભાર વિતરણની ક્ષેત્રરેખાઓ દોરો.
ઉગમબિંદુ આગળ જેનું કેન્દ્ર હોય તેવા $'a'$ બાજુ વાળો ધન લો. તે $(-q)$ એ $(0, -a/4, 0) પર, (+3q)$ એ $(0, 0, 0)$ પર અને $(-q)$ આગળ ત્રણ નિયત બિંદુવત વિદ્યુતભારથી ઘેરાયેલો છે. સાચો વિકલ્પ પસંદ કરો.
વિધુતક્ષેત્ર રેખાઓની સમજૂતી આપો અને વિધુતક્ષેત્રનું માન સમજાવો.
બે વીજભારો $5 Q$ અને $-2 Q$ અનુક્રમે બિંદુ $(3 a, 0)$ અને $(-5 a, 0)$ પર રહેલા છે. ઉગમબિંદુ પર કેન્દ્ર અને $4 a$ ત્રિજ્યાવાળા ગોળામાંથી પસાર થતું ફલકસ_______છે.