$60\, kg$ દળ ધરાવતો છોકરો નદીમાં લાકડાના સહારે તરવા માંગે છે.જો લાકડાની સાપેક્ષ ઘનતા $0.6$ હોય તો લાકડાનું ઓછામાં ઓછું કદ કેટલું હોવું જોઈએ? (નદીના પાણીની ઘનતા $1000\, kg/m^3$)
બાલટીમાં રહેલ પાણીમાં તરતા એક લાકડાના બ્લોકનું $\frac{4}{5}$ ભાગનું કદ પાણીમાં ડૂબેલું છે.જ્યારે બાલટીમાં થોડુક ઓઇલ નાખવામાં આવે ત્યારે બ્લોકનું અડધું કદ પાણીમાં અને અડધું ઓઇલમાં દેખાય છે તો ઓઇલની સાપેક્ષ ઘનતા કેટલી હશે?
ફ્લોટેશનનો નિયમ લખો.
એક પાત્રમાં પારો ($\rho =13.6\; g cm^{-3}$) અને તેલ ($\rho =0.8 \;g cm^{-3}$) ભરેલા છે.એક ગોળો તેના અડઘું કદ પારામાં અને અડઘું કદ તેલમાં રહે તે રીતે તરે છે. તો ગોળાના દ્રવ્યની ઘનતા $g cm^{-3}$ માં કેટલી હશે?
એક બરણીમાં, એકબીજામાં મિશ્રિત ન થઇ શકે તેવાં તથા $\rho_{1}$ અને $\rho_{2}$ ધનતાવાંં બે પ્રવાહી ભરેલાં છે. આ બરણીમાં $\rho_{3}$ ધનતાવાળો ગોળો નાખતા તે આકૃતિમાં દર્શાવ્યા મુજબની સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરે છે. તો નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.