કયા તત્ત્વમાં

$(a)$ બે કક્ષાઓ છે તથા બંને ઇલેક્ટ્રૉનથી સંપૂર્ણ ભરાયેલ છે ?

$(b)$ ઇલેક્ટ્રૉનીય રચના $2$, $8$, $2$ છે ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$(a)$ નિષ્ક્રિય વાયુ તત્ત્વોના પરમાણુઓ સંપૂર્ણ ભરાયેલી કક્ષા ધરાવે છે. નિષ્ક્રિય વાયુ તત્ત્વોને બે કક્ષા $K$ , $L$ છે. નિયોન $(Ne)$ તત્ત્વનો પરમાણ્વીય ક્રમાંક $10$ છે અને તેની ઇલેક્ટ્રૉનીય રચના $\begin{matrix}
   K & L  \\
   2 & 8  \\
\end{matrix}$ છે. જેમાં બંને કક્ષાઓ ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી છે.

$(b)$ ઇલેક્ટ્રૉનીય રચના $2,\,8,\,2$ સૂચવે છે કે તત્ત્વનો પરમાણ્વીય ક્રમાંક $12 (2 + 8 + 2) $ છે. પરમાણ્વીય ક્રમાંક $12$ ધરાવતું તત્ત્વ મૅગ્નેશિયમ $(Mg)$ છે.

Similar Questions

ડોબરેનરના વર્ગીકરણની મર્યાદાઓ શું છે ?

આવર્તકોષ્ટકમાં ફલોરિન જે સમૂહમાં છે તે જ સમૂહનાં તમામ તત્ત્વોનો ક્યો ગુણધર્મ સમાન છે ? 

શું ડોબરેનરની ત્રિપુટી ન્યુલેન્ડના અષ્ટકના સમૂહમાં પણ જોવા મળે છે ? સરખામણી કરી શોધી કાઢો. 

આર્વતકોષ્ટકમાં બોરોન જે સમૂહમાં છે તે જ સમૂહનાં તમામ તત્ત્વોનો કયો ગુણધર્મ સમાન છે ?

મેન્ડેલીફના આવર્તકોષ્ટકનો ઉપયોગ કરી નીચેનાં તત્ત્વોના ઑક્સાઇડનાં સૂત્રોનું અનુમાન લગાવો : $K,\, C,\, Al,\, Si,\, Ba$.