વર્તુળાકાર માર્ગે અચળ કોણીય ઝડપથી ગતિ કરતા કણ માટે નીચેનું કયું વિધાન ખોટું છે?
વેગનો સદિશ વર્તુળના સ્પર્શકની દિશામાં હોય છે.
પ્રવેગનો સદિશ વર્તુળના સ્પર્શકની દિશામાં હોય છે
પ્રવેગનો સદિશ વર્તુળના કેન્દ્ર તરફની દિશામાં હોય છે
વેગ અને પ્રવેગનો સદિશો પરસ્પર લંબ દિશામાં હોય છે
સાદા લોલકને શિરોલંબ સમતલમાં એક પરિભ્રમણ પૂરૂ કરવા માટે આપવો પડતો વેગ ‘$v$ ’છે.જો દોરીની લંબાઇ ચોથા ભાગની કરવામાં આવે તો આપવો પડતો વેગ કેટલો થાય?
એક પદાર્થ $P$ વર્તુળાકાર પથ પર $a$ ત્રિજયામાં $v$ ઝડપથી વર્તુળમય ગતિ કરે છે.$c$ એ વર્તુળનું કેન્દ્ર છે,અને $AB$ વ્યાસ છે.જયારે કણ $B$ પાસેથી પસાર થાય,ત્યારે $A$ અને $C$ ની સાપેક્ષે તેના કોણીય વેગનો ગુણોત્તર કેટલો થાય?
$m _{1}$ અને $m _{2}$ દળ ધરાવતી બે કાર અનુક્રમે $r _{1}$ અને $r _{2}$ ત્રિજ્યાનાં વર્તુળો પર ગતિ કરી રહી છે. તેમની ઝડપ એવી છે કે જેથી બંને સરખા સમય $t$ તેમનું વર્તુળ પૂર્ણ કરે છે. તો તેમના ત્રિજ્યાવર્તી પ્રવેગોનો ગુણોત્તર કેટલો થાય?
ચોક્કસ સમયે વર્તુળાકાર ગતિ કરતા કણના વેગના અને પ્રવેગ સદિશો અનુક્રમે $\vec{v}=2 \hat{i} m / s$ અને $\vec{a}=2 \hat{i}+4 \hat{j} m / s^2$ છે.તો વર્તુળની ત્રિજ્યા $ ........\,m$
દરેકનું દળ $m$ હોય તેવા બે પદાર્થો એક સમાન કોણીય ઝડપે સમક્ષિતિજ વર્તુળાકારમાં ગતિ કરી રહ્યાં છે. જો બંને દોરીઓ સમાન લંબાઈની હોય તો દોરીમાં ઉદભવતાં તણાવનો ગુણોત્તર $\frac{T_1}{T_2} \ldots \ldots$ છે