આવર્તકોષ્ટકમાં ડાબીથી જમણી તરફ જતાં બદલાતા વલણ વિશે નીચેના વિધાનો પૈકી કયું વિધાન સાચું નથી ?
તત્ત્વનો ધાત્વીય ગુણ ઘટતો જાય છે.
સંયોજકતા ઇલેક્ટ્રૉનની સંખ્યા વધતી જાય છે.
પરમાણુઓ સહેલાઈથી તેમના ઇલેક્ટ્રૉન ગુમાવે છે.
ઑક્સાઇડ વધુ ઍસિડિક બને છે.
મેન્ડેલીફે પોતાનું આવર્તકોષ્ટક તૈયાર કરવા માટે ક્યાં માપદંડ (criteria) ધ્યાનમાં લીધાં?
ગેલિયમ સિવાય અત્યાર સુધી કયાં-કયાં તત્ત્વો વિશે જાણ થઈ છે જેના માટે મેન્ડેલીફે પોતાના આવર્તકોષ્ટકમાં ખાલી સ્થાન છોડ્યું હતું ? (ગમે તે બે)
આધુનિક આવર્તકોષ્ટકમાં કૅલ્શિયમ (પરમાણ્વીય-ક્રમાંક $20$)ની ચારે તરફ $12$, $19$, $21$ તથા $38$ પરમાણ્વીય-ક્રમાંક ધરાવતાં તત્ત્વો રહેલાં છે. આમાંથી કયાં તત્ત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો કૅલ્શિયમ જેવા જ છે ?
આવર્તકોષ્ટકમાં ત્રણ તત્ત્વો $A$, $B$ તથા $C$ નું સ્થાન નીચે દર્શાવેલ છે-
સમૂહ $16$ | સમૂહ $17$ |
- | - |
- | $A$ |
- | - |
$B$ | $C$ |
$ (a)$ જણાવો કે, $A$ ધાતુ છે કે અધાતુ.
$(b)$ જણાવો કે, $A$ ની સરખામણીમાં $C$ વધુ પ્રતિક્રિયાત્મક છે કે ઓછું પ્રતિક્રિયાત્મક.
લિથિયમ, સોડિયમ, પોટૅશિયમ આ બધી એવી ધાતુઓ છે કે જે પાણી સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. શું આ તત્ત્વોના પરમાણુઓમાં કોઈ સમાનતા છે ?