જ્યારે $m _1$ અને $m _2$ દળના બે બોલ સ્થિતિસ્થાપક અથડામણ કરે ત્યારે નીચેનામાંથી કયુ વિધાન યોગ્ય નથી ?
જ્યારે $m _1= m _2$ અને $m _2$ સ્થિર હોય, ત્યારે વેગમાનનો મહત્તમ વિનિમય થશે.
જ્યારે $m _1 < m _2$ અને $m _2$ સ્થિર હોય, ત્યારે અથડામણ બાદ $m _2$ એ $m _1$ ના વેગથી ચાર ગણા વેગથી ગતિ કરશે.
જ્યારે $m _1= m _2$ અને $m _2$ સ્થિર હોય, ત્યારે $K.E$ નો મહત્તમ વિનિમય થશે.
જ્યારે અથડામણ ત્રાંસી હોય, $m _2$ સ્થિર હોય અને $m _1= m _2$ હોય તો અથડામણ બાદ બોલ વિરુદ્ધ દિશામાં ગતિ કરશે.
દ્વિ - પરિમાણમાં સ્થિતિસ્થાપક અથડામણની ચર્ચા કરો.
$10\, kg$ દળ ધરાવતો દડો $10 \sqrt{3}\, ms ^{-1}$ ના વેગથી $X-$ અક્ષ પર ગતિ કરે છે. તે બીજા સ્થિર રહેલા $20\, kg$ દળાના દડાને અથડાય છે. અથડામણ પછી પ્રથમ દડો સ્થિર થાય છે અને બીજો દડાના બે સમાન ટુકડા થાય છે. એક ટુકડો $10\, m / s$ ના વેગથી $Y-$ અક્ષ પર ગતિ કરે છે અને બીજો ટુકડો $X-$અક્ષ સાથે $\theta$ ના ખૂણે $20\, m / s$ ના વેગથી ગતિ કરે છે. તો $\theta$ નું મૂલ્ય કેટલું હશે?
$m$ દળવાળું એક આલ્ફા-કણ કોઇ અજ્ઞાત દ્રવ્યમાન ધરાવતા સ્થિર ન્યુક્લિયસ સાથે એક-પારિમાણીય સ્થિતિસ્થાપક અથડામણ અનુભવે છે, અને તેની પ્રારંભિક ગતિઊર્જાનો $64\%$ ગુમાવી ઠીક પાછળની દિશામાં પ્રક્રેરિત થાય છે. તો ન્યુક્લિયસનું દળ કેટલા ................ $\mathrm{m}$ હશે?
$m$ દળનો એક ગતિમાન કણ બીજા કોઈ $2m$ દળના સ્થિર કણ સાથે હેડોન સંઘાત અનુભવે છે. તો સંઘાતમાં અથડામણ પામતા કણોમાં કેટલા .............. $\%$ પ્રતિશત ઉર્જા નો ક્ષય થયો હશે?
વાયુપાત્રમાં એક અણુ સમક્ષિતિજ દીવાલને $200 \;m s ^{-1}$ ઝડપથી, લંબ સાથે $30^{\circ}$ ખૂણે અથડાય છે અને તે જ ઝડપથી પાછો ફેંકાય છે. આ અથડામણમાં વેગમાનનું સંરક્ષણ થાય છે ? અથડામણ સ્થિતિસ્થાપક છે કે અસ્થિતિસ્થાપક ?