ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય મેળાવવા માટે સાદા લોલક ની મદદથી એક વિદ્યાર્થી પ્રયોગ કેર છે જેમાં તે તેને લોલકની લંબાઈમાં $1\%$ ધન ત્રુટિ અને આવર્તકાળમાં $3\%$ ઋણ ત્રુટિ મળે છે. ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય $g = 4{\pi ^2}\left( {l/{T^2}} \right)$ પરથી માપવામાં આવે તો $g$ ના માપન માં રહેલી ત્રુટિ ........ $\%$ હશે.
$2$
$4$
$7$
$10$
ધાતુનો તાર $(0.4 \pm 0.002)$ ગ્રામ દળ,$(0.3 \pm 0.001)\,mm$ ત્રિજ્યા અને $(5 \pm 0.02)\,cm$ લંબાઈ ધરાવે છે. તેની ઘનતાના માપનમાં નિકટતમ મહત્તમ પ્રતિશત ત્રુટિ $....\%$ હશે.
સ્ટોપ વોચની લઘુત્તમ માપ શક્તિ $\frac{1}{5}$ સેકન્ડ છે. લોલકના $20$ દોલન માટેનો સમય $25\;s $ નોંધાયો. આ માપનમાં મહત્તમ પ્રતિશત ત્રુટિ ........ $\%$ હશે .
સાદા લોલકનાં દોલનોનો આવર્તકાળ $T =2 \pi \sqrt{\frac{ L }{ g }}$ છે. $1\,mm$ જેટલા લઘુત્તમ કાપા ધરાવતી મીટર પટ્ટી વડે મપાયેલ $L$ નું મૂલ્ય $1.0\, m$ અને એક દોલન માટે $0.01$ સેકન્ડ જેટલું વિભેદન ધરાવતી સ્ટોપવૉચ વડે મપાયેલ એક સંપૂર્ણ દોલનનો સમય $1.95$ સેકન્ડ છે. $g$ માં મપાયેલ પ્રતિશત ત્રુટિ ..... $\%$ હશે.
જો $a, b, c$ ના પરિમાણમાં જો $A, B$ અને $C$ એ પ્રતિશત ત્રુટિ હોય તો $ABC$ ની અંદાજીત ત્રુટિ કેટલી હશે ?
અવરોધ $R =\frac{ V }{ I },$ જ્યાં $V =(50 \pm 2) \;V$ અને $I=(20 \pm 0.2)\;A$ છે. $R$ માં પ્રતિશત ત્રુટિ $x \%$ છે. $x$ નું મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં કેટલું હશે?