વિધુત અને ચુંબકત્વ માટે ગોસનો નિયમ સમીકરણ સ્વરૂપે લખો. તેમની વચ્ચેનો તફાવત શું દર્શાવે છે ? તે જાણવો ?
વિદ્યુત માટે ગોસનો નિયમ,
$\sum \overrightarrow{ E } \cdot \overrightarrow{\Delta S }=\frac{q}{\varepsilon_{0}}\dots(1)$
(જ્યાં $q$ એ પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુતભાર છે)
ચુંબકત્વ માટે ગોસનો નિયમ,
$\sum \overrightarrow{ B } \cdot \overrightarrow{\Delta S }=0\dots(2)$
ચુંબકત્વ અને સ્થિતવિદ્યુત માટેના ગોસના નિયમો વચ્ચેનો તફાવત એ દર્શાવે છે, કे અલગ કરેલા (સ્વતંત્ર) ચુંબકીય ધ્રુવોનું અસ્તિત્વ જાણવા મળ્યું નથી.
ચુંબકત્વ વિશે જાણીતા કેટલાંક ખ્યાલો જણાવો.
$d$ બાજુઓનાં ચોરસનાં વિરદ્ધ ખૂણાઓએે બે નાના ગજિયા ચુંબકો જેમની મેગ્નેટિક મોમેન્ટ $M$ હોય તેમ રાખેલ છે.આમાં તેમનાં કેન્દ્રો ખૂણાઓ સાથે સુસંગત છે અને તેમની અક્ષો ચોરસની એક બાજુએ સમાંતર છે. જો સજાતીય ધ્રુવો એક દિશઆમાં હોય, તો ચોરસનાં કોઈપણ ખૂણાએ ચુંબકીય પ્રેરણ
$L$ લંબાઈના લોખંડના સળિયાને $M$ જેટલી ચુંબકીય ચાકમાત્રા છે. તેને મધ્યમાંથી એવી રીતે વાળવામાં આવે છે કે જેથી તેની બે ભુજાઓ એકબીજા સાથે $60^{\circ}$ નો કોણ બનાવે. આ નવા ચુંબકની ચુંબકીય ચાકમાત્રા. . . . . . થશે.
નીચેની આકૃતિમાં ગજિયા ચુંબકની અલગ અલગ ગોઠવણી દર્શાવેલી છે. દરેક ચુંબકની ચુંબકીય ચાકમાત્રા $\vec m$ છે. કઈ ગોઠવણીની પરિણામી ચુંબકીય ચાકમાત્રા મહત્તમ થાય?
એક નાના ગજિયાચુંબકની મેગ્નેટીક મોમેન્ટ $0.48\; J \;T ^{-1}$ છે. ચુંબકના કેન્દ્રથી $10 \,cm$ અંતરે
$(a)$ ચુંબકની અક્ષ પર,
$(b)$ તેની વિષુવરેખા (લંબ દ્વિભાજક) પર, ચુંબક વડે ઉત્પન્ન થયેલા ચુંબકીયક્ષેત્રની દિશા અને મૂલ્ય શોધો.