શા માટે ઍસિડ પાણીની ગેરહાજરીમાં ઍસિડિક વર્તણૂક દર્શાવતા નથી ?
ઍસિડ પાણીની ગેરહાજરીમાં ઍસિડિક વર્તણૂક દર્શાવતા નથી કારણ કે પાણીની ગેરહાજરીમાં ઍસિડ $H^+\,(aq)$ આયનો મુક્ત કરી શકતા નથી. ઍસિડને જયારે પાણીમાં ઓગાળવામાં આવે છે ત્યારે જ તે $H^+\,(aq)$ આયનો મુક્ત કરી શકે છે.
આમ, ઍસિડ એ પાણીની હાજરીમાં મુક્ત થતા $H^+\,(aq)$ ની હાજરીમાં ઍસિડિક લાક્ષણિકતા દર્શાવી શકે છે તેની ગેરહાજરીમાં તે ઍસિડિક લાક્ષણિકતા દર્શાવી શકતા નથી.
શું બેઝિક દ્રાવણો પણ $H^+_{(aq)}$ આયનો ધરાવે છે ? જો હા તો તેઓ શા માટે બેઝિક હોય છે ?
જ્યારે સોડિયમ હાઇડ્રૉક્સાઇડના દ્રાવણમાં વધુ પ્રમાણમાં બેઇઝ ઓગાળવામાં આવે ત્યારે હાઇડ્રૉક્સાઇડ આયનો $(OH^-)$ ની સાંદ્રતાને કેવી રીતે અસર થાય છે ?
સામાન્ય રીતે ધાતુની ઍસિડ સાથેની પ્રક્રિયાથી ક્યો વાયુ મુક્ત થાય છે ? ઉદાહરણ દ્વારા સમજાવો. આ વાયુની હાજરીની કસોટી તમે કેવી રીતે કરશો ?
શા માટે ઍસિડનું જલીય દ્રાવણ વિદ્યુતનું વહન કરે છે ?
શા માટે નિસ્યંદિત પાણી વિદ્યુતનું વહન ન કરે જ્યારે વરસાદી પાણી વિદ્યુતનું વહન કરે ?