નીચે દર્શાવેલ પ્રક્રિયાઓ માટે પહેલા શબ્દ સમીકરણો અને ત્યાર બાદ સમતોલિત સમીકરણો લખો
$(a)$ મંદ સલ્ફયુરિક ઍસિડની દાણાદાર ઝિંક સાથે પ્રક્રિયા કરતાં.
$(b)$ મંદ હાઇડ્રોક્લોરિક ઍસિડની મૅગ્નેશિયમની પટ્ટી સાથે પ્રક્રિયા કરતાં.
$(a)$ મંદ સલ્ફયુરિક ઍસિડ $+$ દાણાદાર ઝિંક $\rightarrow$ ઝિંક સલ્ફેટ $+$ હાઇડ્રોજન વાયુ
${{H}_{2}}S{{O}_{4(aq)}}\,+Z{{n}_{(s)}}\to ZnS{{O}_{4(aq)}}\,+\,{{H}_{2(g)}}$
દાણાદાર ઝિંક ઝિંક સલ્ફેટ
$(b)$ મંદ હાઇડ્રોક્લોરિક ઍસિડ $+$ મૅગ્નેશિયમ $\rightarrow$ મૅગ્નેશિયમ ક્લોરાઇડ $+$ હાઇડ્રોજનવાયુ
$2HC{{l}_{(aq)}}+M{{g}_{(s)}}\to MgC{{l}_{2(aq)}}+{{H}_{2(g)}}$
(મંદ) (મૅગ્નેશિયમ) મૅગ્નેશિયમ ક્લોરાઇડ
સખત પાણીને નરમ બનાવવા માટે ઉપયોગી સોડિયમ સંયોજનનું નામ આપો.
શા માટે $HCl$, $HNO_3$ વગેરે જલીય દ્રાવણોમાં ઍસિડિક લક્ષણો ધરાવે છે, જ્યારે આલ્કોહોલ તેમજ ગ્લુકોઝ જેવાં સંયોજનોનાં દ્રાવણો ઍસિડિક લક્ષણો ધરાવતાં નથી ?
$10 \,mL$ $NaOH$ ના દ્રાવણનું $8 \,mL$ આપેલ $HCl$ ના દ્રાવણ વડે સંપૂર્ણ તટસ્થીકરણ થાય છે. જો આપણે તે જ $NaOH$ નું $20 \,mL$ દ્રાવણ લઈએ, તો તેને તટસ્થ કરવા માટે $HCl$ ના દ્રાવણ (પહેલા હતું તે જ દ્રાવણ)ની જરૂરી માત્રા ......... $mL$.
એક દ્રાવણ ઇંડાના પીસેલા કવચ (કોષો) સાથે પ્રક્રિયા કરી વાયુ ઉત્પન્ન કરે છે, જે ચૂનાના પાણીને દૂધિયું બનાવે છે તો દ્રાવણ ......... ધરાવે છે.
પ્લાસ્ટર ઑફ પેરિસને ભેજયુક્ત પાત્રમાં સંગૃહીત કરવું જોઈએ. સમજાવો શા માટે ?