વિદ્યુત ફલક્સનો $\mathrm{SI}$ એકમ લખો.
નીચે બે વિધાનો આપેલા છે એકને કથન $A$ તરીકે અને બીજાને કારણ $R$ તરીકે લેબલ કરવામાં આવે છે.
કથન $A$: $30 \times 10^{-5}\,Cm$ દ્વિધ્રુવીની ચાકમાત્રા ધરાવતા વિદ્યુત દ્વિધ્રુવીને બંંધ સપાટીમાં આવરતા તેમાંથી બહાર આવતું ચોખ્ખુ ફલકસ શૂન્ય હોય.
કરણ $R$: વિદ્યુત દ્રીધ્રુવી બે સમાન અને વિરુદ્ધ વીજભાર ધરાવે છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પો માંથી સાચો જવાબ પસંદ કરો.
$20\ cm$ બાજુઓનો ચોરસ $80\ cm$ ત્રિજ્યાના ગોળાના પૃષ્ઠ વડે ઘેરાયેલો છે. ચોરસ અને ગોળાના કેન્દ્રો સમાન છે. ચાર વિદ્યુતભારો $2 \times 10^{-6} C, -5 \times 10^{-6}\ C$, $-3 \times 10^{-6}\ C, 6 \times 10^{-6}\ C$ ને ચોરસના ચાર ખૂણા આગળ મૂકેલા છે. ગોળીય પૃષ્ઠમાંથી બહાર આવતું કુલ ફલક્સ $Nm^2/C$ માં ....... હશે.
એક લાંબા નળાકારીય કદ ધનતા $\rho$ ધરાવતું નિયમિત વિદ્યુતભાર વિતરણ ધરાવે છે. નળાકારીય કદની ત્રિજ્યા $R$ છે. એક $q$ વિદ્યુતભારીત કણ તેની આસપાસ વર્તુળાકાર પથ પર ભ્રમણ કરે છે. વિદ્યુતભારની ગતિઉર્જા ......થશે.
$q$ વિદ્યુતભાર સમઘનના કેન્દ્ર પર મૂકેલો છે. સમઘનની કોઈપણ પૃષ્ઠમાંથી કેટલું વિદ્યુત ફ્લક્સ પસાર થાય?
સાદા વિધુતભાર વિતરણની ક્ષેત્રરેખાઓ દોરો.